ચુકાદો / NRI પત્નીને પતિ સાથે ભારતમાં પરાણે રહેવા આદેશ આપી શકાય નહીં: ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટની ફાઇલ તસવીર. 
ગુજરાત હાઈકોર્ટની ફાઇલ તસવીર. 

  • પતિ-પત્નીને સાથે રહેવા ભૂજ ફેમિલી કોર્ટે કરેલો આદેશ રદ કર્યો

Divyabhaskar.com

Mar 10, 2020, 04:47 AM IST
અમદાવાદ: પતિ-પત્ની વચ્ચે વૈવાહિક જીવનના ઘર્ષણ મામલે ભૂજ ફેમિલિ કોર્ટે બન્નેને સાથે રહેવા કરેલા આદેશને ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો છે. બ્રિટિશ નાગરિક પત્ની અને તેની દીકરીને પરાણે ભૂજમાં સાથે રહેવા ફેમિલી કોર્ટે આદેશ કર્યો હતો તેની સામે પત્નીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. પત્ની તરફથી એવી દલીલ કરાઇ હતી કે તેનો પતિ તેને અને દીકરીને ખૂબ હેરાન કરે છે તે યુકે સિટીઝન હોવાથી તેને ફરજિયાત અહીં રોકી શકાય નહીં.
ભૂજમાં રહેતા આનંદ પટેલ( નામ બદલ્યા છે)ના લગ્ન યુકે સ્થિત મંદિરા સાથે વર્ષ 2009માં થયા હતા. લગ્નના થોડા સમય બાદ તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. ત્યારબાદ દંપતી વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આનંદ દહેજ માટે ઝઘડો કરતો હતો.
પતિએ યુકેની કોર્ટમાં છૂટાછેડા માટે જ્યારે ભૂજની કોર્ટમાં લગ્ન ટકાવી રાખવા માટે અરજી કરી હતી
ભૂજમાં રહેતા આનંદ પટેલે એવો આક્ષેપ કર્યો હતો કે તેની પત્ની તેને માતા-પિતાથી જુદો રહેવા મજબુર કરતી હોવાથી તેણે માતાપિતાને જુદા કર્યા હતા. તેમ છતાં બન્ને વચ્ચે સમાધાન થયુ નહોતું. આનંદે યુકેની કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. તો બીજી તરફ તેણે ભૂજ કોર્ટમાં લગ્ન જીવન ટકાવી રાખવા અરજી કરી છે જેના કારણે ભૂજ કોર્ટે બન્નેને સાથે રહેવા આદેશ કર્યો હતો.
પત્ની હવે ભૂજ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરશે
ભૂજના ધનાઢય પરિવારમાં ઉછરેલી મંદિરાના પિતા મોટા વેપારી છે અને તેમનો બિઝનેસ યુકેમાં છે. સસરાના પૈસા પર દાનત બગડી હોવાથી આનંદ વાંરવાર દહેજ માગતો હતો. પરતું પતિનું વલણ હાઇકોર્ટને સમજાઇ જતાં પત્નીને સાથે રહેવામાંથી મુકિત આપી છે. મંદિરા હવે ભૂજ કોર્ટમાં પતિથી છૂટાછેડા મેળવવા અરજી કરશે.
X
ગુજરાત હાઈકોર્ટની ફાઇલ તસવીર. ગુજરાત હાઈકોર્ટની ફાઇલ તસવીર. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી