તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે મધ્યાહન ભોજનમાં બાળકોને મનગમતું ભોજન પીરસવામાં આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યાહન ભોજન જમતી બાળાઓ - ફાઇલ તસવીર - Divya Bhaskar
મધ્યાહન ભોજન જમતી બાળાઓ - ફાઇલ તસવીર
  • મધ્યાહન ભોજન યોજનામાં બાળકોને મનગમતું ભોજન પીરસવા માટે સમિતિની રચના
  • ઝોન પ્રમાણે પ્રાદેશિક પરિસ્થિતિ મુજબ અલગ અલગ મેનુ નક્કી કરવામાં આવશે
  • ન્યૂટ્રરિશિન અને હેલ્થ એક્સપર્ટ સહિત 8 લોકોનો સમિતિમાં સમાવેશ

ગાંધીનગરઃ મધ્યાહન ભોજનમાં હવે બાળકોની રૂચિ પ્રમાણે ભોજન બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઝોન પ્રમાણે પ્રાદેશિક પરિસ્થિતિ મુજબ અલગ અલગ મેનુ નક્કી કરવામાં આવશે. આ માટે સ્પેશિયલ સ્ટેક હોલ્ડર્સ સમિતિની રચના કરવામાં આવી છે. મધ્યાહન ભોજન કમિશનર આ સમિતિના અધ્યક્ષ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ સમિતિમાં ન્યૂટ્રરિશિન અને હેલ્થ એક્સપર્ટ સહિત નાગરિક પુરવઠાના અધિકારી સાથે 8 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યને 5 ઝોનમાં વહેંચ્યું
મધ્યાહન ભોજનનું મેનુ નક્કી કરવા માટે રાજ્યને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. આ સમિતિ રાજ્ય સરકારને અનાજનો જથ્થા અને ન્યૂટ્રિશિયન વેલ્યૂ સહિતના પાસાઓને ધ્યાનમાં રાખી મેનુ અંગે ભલામણ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો