અમદાવાદ: રાજ્ય સરકારે વર્ષ 2020-21નું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલ, 2020થી શરૂ થશે તેવી જાહેરાત કરી છે. જેથી વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષા આપ્યા બાદ પણ 13 દિવસ સુધી સ્કૂલ આવવું પડશે. શૈક્ષણિક વર્ષ 2020-21ના સંભવિત આયોજન પર નજર કરીએ તો 20 એપ્રિલથી પ્રથમ સત્ર શરૂ થશે જે 3 મે એટલે સુધી સ્કૂલ ચાલું રહેશે. ત્યારબાદ 4 મેથી વિદ્યાર્થીઓને ઉનાળું વેકેશન મળશે. જે 7 જૂન સુધી રહેશે. આમ વિદ્યાર્થીઓને ઉનાળાનું 35 દિવસનું વેકેશન મળશે. 8 જૂનથી પ્રથમ સત્રનો પુન: પ્રારંભ થશે. જે સપ્ટેમ્બર સુધી ચાલશે. પ્રથમ સત્ર 174 દિવસનું હશે જેમાંથી જાહેર રજા, રવિવાર, વેકેશન મળી કુલ 61 રજાઓ હોવાથી 113 દિવસો સ્કૂલ ચાલુ રહેશે. 1 ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષા ચાલુ થશે. છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના દિવસોમાં વધઘટ જોવા મળતી હતી. જેને લઇને રાજ્ય સરકારે બંને સત્રના શૈક્ષણિક દિવસો સમાન રહે તેવી જોગવાઈ કરી છે.
બીજુ સત્ર 166 દિવસનું રહેશે જેમાં 49 દિવસ સ્કૂલ બંધ રહેશે
12 ઓક્ટોબરથી બીજા સત્રની શરૂઆત થશે જે 11 નવેમ્બર સુધી ચાલશે. 12 નવેમ્બરથી 2 ડિસેમ્બર આમ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. ત્યારબાદ 3 ડિસેમ્બરથી દ્વિતિય સત્ર પુન: શરૂ થશે. જે 14 માર્ચ 2021 એટલે કે શૈક્ષણિક કાર્ય સુધી ચાલુ રહેશે. બીજુ સત્ર 166 દિવસનું રહેશે. જેમાંથી જાહેર રજા, રવિવાર અને વેકેશન મળી કુલ 49 દિવસ રજા હોવાથી 117 દિવસ સ્કૂલ ચાલુ રહેશે. 15 માર્ચથી 31 માર્ચ દરમિયાન સત્રાંત પરીક્ષા તેમજ મુલ્યાંકન કાર્ય રહેશે. 31 મે દ્વિતિય સત્ર પૂર્ણ થશે. આ પદ્ધતિ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ તમામ શાળાઓમાં લાગુ કરવા જણાવવામાં આવ્યું છે. આ મામલે શિક્ષણવિદ્ સાથે વિગતવાર ચર્ચા કરી કેટલાક ઠરાવ પસાર કરવામાં આવ્યા છે.
આ નિર્ણયને કારણે કઇ રીતે એક મહિનો શિક્ષણનો વધી જશે
આ વર્ષે એટલે કે 20 એપ્રિલ,2020થી સત્ર શરૂ થતું હોવાથી રવિવારની રજાને બાદ કરતા 12 દિવસ શિક્ષણના વધશે. પણ, શૈક્ષણિક વર્ષ 2021-22થી નિયમિતપણે રવિવારની રજાને બાદ કરતા 24 દિવસ શિક્ષણના વધશે એટલે કે એક મહિનો શિક્ષણનો વધી જશે.
પસાર કરવામાં આવેલા ઠરાવ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.