તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SMVS સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા દ્વારા કોરોના વાઈરસ અંગે સુચના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સત્સંગ સભાનો લાભ જે તે સમયે ઓનલાઇન ઘરે બેઠા સહુને મળે તેવું આયોજન કરવામાં આવેલ છે

અમદાવાદ: કોરોના વાયરસને વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે તેનાથી બચવા માટે આપણે સહુએ સાવધાન રહેવું અનિવાર્ય છે. ખાસ, આ વાયરસના વધતા જતા ફેલાવાને રોકી શકાય તથા વિનાશકારી ત્રીજા તબક્કામાંથી સરળતાથી પાર ઉતરી શકાય તે માટે વધુ સંખ્યામાં લોકો એકત્રિત ન થાય તે અત્યંત આવશ્યક છે. આ માટે જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષાને લક્ષ્યમાં રાખી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) દ્વારા અગમચેતીના ભાગ રૂપે નીચે મુજબ નિર્ણયો લેવામાં આવ્યા છે.

સત્સંગ સભાઓ તથા ઉત્સવ સમૈયા
SMVS સંસ્થાના તમામ મંદિરો તથા સત્સંગ કેન્દ્રોમાં બાળ-કિશોર-યુવા-મહિલા-સંયુક્ત સત્સંગ પ્રવૃત્તિ અંતર્ગત ચાલતી રોજિંદી સત્સંગ સભાઓ, અઠવાડિક સભાઓ, રવિસભાઓ વગેરે તથા સંસ્થાનાં તમામ મંદિરોમાં યોજાતાં ઉત્સવ, સમૈયા, પાટોત્સવ, જાહેર સત્સંગ કાર્યક્રમો ૩૧, માર્ચ, ૨૦૨૦ સુધી બંધ રાખવામાં આવેલ છે.
 તેના બદલે આવી સત્સંગ સભાનો લાભ જે તે સમયે ઓનલાઇન ઘરે બેઠા સહુને મળે તેવું આયોજન કરવામાં આવેલ છે. આ સમયગાળા દરમ્યાન આવતી એકાદશીએ(૨૦-૦૩-૨૦૨૦) સંસ્થા દ્વારા યોજાતી સંકલ્પ સભાનો લાભ ૫ણ ઓનલાઈન ઘેર બેઠા જ લેવાનો રહેશે.

મંદિર દર્શન 
SMVS સંસ્થાના તમામ મંદિરો તથા સત્સંગ કેન્દ્રોમાં દર્શન તથા આરતી રાબેતા મુજબ જ ચાલુ રહેશે. તેમ છતાં વધુ હરિભક્તો એક સાથે ભેગા ન થાય તેની તકેદારી રાખવી. ગુરૂવર્ય ૫.પૂ. સ્વામીશ્રીનું સત્સંગ વિચરણ તથા તેમના સાંનિધ્યમાં યોજાવનાર તમામ કાર્યક્રમો, સભાઓ, શિબિરો વગેરે ૩૧, માર્ચ, ૨૦૨૦ સુધી બંધ રાખવામાં આવેલ છે. આ વૈશ્વિક સમસ્યાથી સહુની રક્ષા થાય તથા જલ્દીથી આ વાયરસનો પ્રકોપ દૂર થાય તે માટે ગુરૂવર્ય ૫.પૂ.સ્વામીશ્રીએ ખાસ સ્વામિનારાયણ ભગવાન તથા ગુરૂદેવ ૫.પૂ. બા૫જીને પ્રાર્થના કરી છે. તથા સહુ હરિભક્તોએ પોતાના ઘેર વિશ્વ શાંતિ માટે નિયમિત ધૂન-પ્રાર્થના કરવા માટે ૫ણ આજ્ઞા કરી છે.  ખાસ, SMVS સંસ્થા દ્વારા સહુને નમ્ર અપિલ છે કે અફવાઓ તથા ખોટા ભય અને ગભરાહટથી દૂર રહી. ભારત સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા નિયમિત રીતે જાહેર થતી સૂચનાઓનો અમલ કરી સમાજના જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે મદદરૂપ થઈએ.

અન્ય સમાચારો પણ છે...