તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • No Fake News: Central Health Ministry Fake Advisory Viral Declaration Of Holiday In Gujarat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં શાળા-કોલેજો બંધની ફેક એડવાઈઝરી વાઈરલ, આરોગ્ય સચિવે ખંડન કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદઃ દેશમાં કોરોના વાઈરસના મામલાઓની સંખ્યા શુક્રવારે 81 થઈ છે. જેને પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણની શકયતાને ધ્યાનમાં રાખીને 11 રાજ્યો ઉતરાખંડ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ઉતર પ્રદેશ, બિહાર, મણિપુર, મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીગઢમાં સ્કૂલો-કોલેજો બંધ કરવાની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જો કે આ અહેવાલ પહેલા આ રાજ્યોમાં ગુજરાત પણ સામેલ હોવાની એક ફેક એડવાઈઝરી વાઈરલ થઈ હતી. ત્યાર બાદ અનેક મીડિયાએ આ સમાચાર બ્રેકિંગ ન્યૂઝ સ્વરૂપે ચલાવ્યા હતા,પરંતુ DivyaBhaskarએ એક જવાબદાર મીડિયા તરીકે આ ફેક ન્યૂઝ પ્રકાશિત કર્યાં નહોતા. આ ફેક એડવાઈઝરી વાઈરલ થયા બાદ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીએ પણ આ વાતનું ખંડન કરી જણાવ્યું હતું કે, આ એડવાઈઝરીમાં ગુજરાતનું નામ નથી.


આરોગ્ય સચિવે આ અહેવાલનું ખંડન કર્યા બાદ પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરોએ પણ આ વાતને નકારીને ટ્વિટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો