વજુભાઈ વાળા બાદ સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો આવતીકાલે નીતિનભાઈ રેકોર્ડ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભામાં ગુજરાત બજેટ રજૂ કરી રહેલા નીતિન પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
વિધાનસભામાં ગુજરાત બજેટ રજૂ કરી રહેલા નીતિન પટેલની ફાઈલ તસવીર

અમદાવાદઃ આવતીકાલથી શરૂ થઈ રહેલા બજેટ સત્રમાં નાણાંમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કરશે. કેમ કે ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે છે. જ્યારે બીજા ક્રમે 7વાર બજેટ રજૂ કરનારા નીતિનભાઈ પટેલ છે અને તેઓ આવતીકાલે 8મી વાર બજેટ રજૂ કરીને રેકોર્ડ કરશે.

વજુભાઈએ 1998થી 2012 સુધી 18 બજેટ રજૂ કર્યાં
આ પહેલા વજુભાઈ વાળાએ 18વાર બજેટ રજૂ કરીને રેકોર્ડ કરી ચૂક્યા છે. જેમાં કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીકાળ દરમિયાન 1998થી લઈ 2001 સુધી અને ત્યાર બાદ વર્ષ 2002થી નરેન્દ્રમોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન વર્ષ 2014 સુધીમાં 18વાર બજેટ રજૂ કર્યા હતા. જો કે 2012 બાદ વજુભાઈને બદલે નીતિન પટેલને નાણાંમંત્રી બનાવવામાં આવ્યા અને તેમણે 2014 સુધી બજેટ રજૂ કર્યા હતા. જ્યારે મોદી વડાપ્રધાન બન્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી પદે આનંદીબહેન પટેલ આવ્યા અને સૌરભ પટેલ નાણાંમંત્રી બન્યા હતા. પરંતુ વર્ષ 2017માં બનેલી રૂપાણી સરકારમાં નીતિનભાઈ પટેલ ત્રીજીવાર નાણાંમંત્રી બન્યા અને 2017 લઈ અત્યાર સુધી મળીને કુલ 7વાર બજેટ રજૂ કરી ચૂક્યા છે. આવતીકાલે 8મીવાર બજેટ રજૂ કરશે. જેમાં નીતિન પટેલે બેવાર લેખાનુદાન અને 5વાર પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...