તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસના MLA બાબુ વાજાની 100 કરોડની ઓફરના નિવેદન અંગે નીતિન પટેલ મૌન, ચાલતી પકડી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી માંગરોળ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ - Divya Bhaskar
ડાબેથી માંગરોળ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણીને હાલ ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને 22 ધારાસભ્યોનાં રાજીનામાં અને ભાજપમાં જોડાણ બાદ ગુજરાતમાં પણ તોડજોડનું રાજકારણ શરૂ થયા એવી શક્યતા છે.રાજ્યસભાની 4 બેઠક માટે 26 માર્ચના રોજ યોજાનારી ચૂંટણીને લઈ હાલ ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી ગયા છે. રાજ્યસભામાં ભાજપને એક વધારાની બેઠક ગુમાવી પડે તેમ છે ત્યારે, ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની રણનીતિ શરૂ કરી છે.આ મામલે આજે વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઇ વાજાએ કહ્યું કે,રાજ્યસભાની ચૂંટણીને લઈને અનેક પ્રકારની વાતો ચાલે છે,ભાજપના મિત્રો જ આવી વાતો ફેલાવે છે, ભૂતકાળમાં અમને 3 ધારાસભ્યોને 100 કરોડની ઓફર થઈ હતી, આ વખતે હજુ સુધી કોઈએ ઓફર કરી નથી.
100 કરોડના સવાલ પર નીતિન પટેલે ચાલતી પકડી 
માંગરોળના ધારાસભ્ય એવા બાબુ વાજાના આ નિવેદન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂપ રહ્યા હતા. રાજ્યસભા ચૂંટણીમાં ચાર સભ્યો સાથે આવવા માટે કોગ્રેસના બાબુભાઇ વાજાને ભાજપે ભૂતકાળમાં 100 કરોડની ઓફર કરી હતી એવો સવાલ કરતા નીતિન પટેલે ચાલતી પકડી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો