અમદાવાદ / નિત્યાનંદિતા અને લોપામુદ્રા ટ્રીનિદાદ નહીં, મોરેશિયસમાં હોવાની આશંકા

ડાબેથી લોપામુદ્રા અને નિત્યાનંદિતા
ડાબેથી લોપામુદ્રા અને નિત્યાનંદિતા

  • પાખંડી નિત્યાનંદને શોધવા માટે બ્લૂ કોર્નર નોટિસ જારી કરાઈ
  • નિત્યાનંદિતાએ વધુ એક વખત પોલીસ રક્ષણ માગ્યું
  • HCમાં આગામી સુનાવણીમાં હાજર થવા પોલીસે રક્ષણ આપવા ખાતરી આપી 

Divyabhaskar.com

Dec 05, 2019, 03:57 AM IST

અમદાવાદઃ વિવેકાનંદનગર પોલીસ મથકમાં બાળકોનું શોષણ કરવા અને બે બહેનોનું અપહરણ કરવા અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નિત્યાનંદને આરોપી બનાવાયા છે. 2016થી વિદેશમાં રહેલા નિત્યાનંદનું ચોક્કસ લોકેશન શોધવા માટે ગ્રામ્ય પોલીસે કેન્દ્રીય ગૃહ વિભાગની મદદથી બ્લૂ કોર્નર નોટિસ જારી કરી છે. બીજી તરફ આશ્રમમાંથી લાપતા થયેલી નિત્યાનંદિતા અને તેની બહેન ટ્રીનિદાદ નહીં પરંતુ મોરેશિયસ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે નિત્યાંનદિતાને છેલ્લે નેપાળ સુધી ટ્રેસ કરી હતી. ત્યારબાદ તેને ટ્રેસ કરવામાં પોલીસને સફળતા મળી નથી.

પોલીસે બંનેને હાજર થવા માટે સમજાવી હતી
મંગળવારે નિત્યાનંદિતાએ વધુ એક વખત પોલીસ સાથે વીડિયો કોલથી વાત કરી હતી અને બંને બહેનો ભારત આવે અને ત્યાંથી પોતે નક્કી કરેલા સ્થળે પાછા ફરે ત્યાં સુધી પોલીસ રક્ષણ આપવાની માગણી કરી હતી. પોલીસે બંનેને હાજર થવા માટે સમજાવી હતી અને પોલીસ રક્ષણ આપવાની પણ ખાતરી આપી હતી. હાઇકોર્ટમાં આગામી દિવસોમાં હેબિયસ કોર્પસ અંગે સુનાવણી છે.

ભારત આવવા માટે પોલીસ સમક્ષ જુદી જુદી શરતો મૂકી આવવાનું ટાળે છે
આ પહેલા બંને બહેનો પોલીસ સમક્ષ હાજર થાય તેવી શક્યતા પોલીસ સૂત્રોએ વ્યક્ત કરી છે. બેંગલુરુ ગયેલી પોલીસ ટીમોએ નિત્યાનંદ સામે થયેલા ત્યાંના તમામ કેસોની માહિતી પણ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદિતના અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ તે પહેલા જ તેણે આશ્રમ છોડી દીધો હતો અને નેપાળના માર્ગે તે વિદેશ પહોંચી હોવાની વિગતો પોલીસતપાસમાં બહાર આવી છે.જો કે, તેમને હાઈકોર્ટ સમક્ષ હાજર થવા માટે પોલીસ છેલ્લા 15 દિવસથી સમજાવી રહી છે, પરંતુ બંને બહેનો ત્યાંથી પાછા ભારત આવવા માટે પોલીસ સમક્ષ જુદી જુદી શરતો મૂકી આવવાનું ટાળી રહી છે.

X
ડાબેથી લોપામુદ્રા અને નિત્યાનંદિતાડાબેથી લોપામુદ્રા અને નિત્યાનંદિતા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી