ચુકાદો  / જીએસટી માપદંડ વગર વેપારીનો સ્ટોક કે બેન્ક એકાઉન્ટ જપ્ત કરી શકે નહીં

ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર

  • હાઈકોર્ટના આદેશથી રાજ્યના 4 લાખથી વધુ વેપારીને રાહત મળશે
  • માત્ર સત્તા ધરાવતા અધિકારી જ સ્ટોક જપ્તીનો અમલ કરી શકશે: હાઈકોર્ટ

Divyabhaskar.com

Sep 14, 2019, 07:08 AM IST

અમદાવાદ: જીએસટી કરદાતા માટે હાઇકોર્ટે રાહત આપતો ચુકાદો જાહેર કર્યો છે. જીએસટી અધિકારી યોગ્ય માપદંડ વગર વેપારીના માલ અને એકાઉન્ટ સીઝ કરી શકે નહીં. કોર્ટે ચુકાદામાં અવલોકન કર્યું છે કે દરેક અધિકારી નહીં પરતું જેમને સત્તા છે તે અધિકારી જ આ કામ કરી શકશે. ઇનપુટ ટેકસ ક્રેડીટ જોગવાઇ અનુસાર અેટેચ કરી શકશે પરતું સ્ટોક સીઝ કરી શકાશે નહી. ચુકાદાથી વેપારીઓને રાહત મળશે.

અધિકારી કરદાતાને હેરાન કરવા સત્તાનો ઉપયોગ કરી શકે નહીં:કોર્ટ
જીએસટી આકારણી અધિકારી સત્તાનો ઉપયોગ કરદાતાને હેરાન કરવા કે તેના વેપારને આડઅસર થાય તે રીતે કરી શકે નહી.
બેન્ક એકાઉન્ટ સીઝ થતાં વેપાર લકવાગ્રસ્ત બને છે. બેન્ક એકાઉન્ટ અને વેપારને સીધો સંબંધ હોવાથી તેને માઠી અસર થવી જોઈએ નહીં.

રાજ્યમાં 12 લાખ વેપારીને ફાયદો થશે
હાઇકોર્ટના આ ચુકાદાથી રાજયમાં જીએસટીના 12 લાખ અને શહેરના 4 લાખ વેપારીને ફાયદો થશે. કરદાતાના 16 બેન્ક એકાઉન્ટ જીએસટીએ સીઝ કર્યા હતા. વેપારી સામે ખોટા બિલો બનાવીને કરોડોની ઇનપુટ ટેકસ ક્રેડીટ મેળવવાનો આરોપ હતો. હાઇકોર્ટે એકાઉન્ટ ખોલવા આદેશ કર્યો છે.

આ હતો વિવાદ
લાઇનિંગનો બિઝનેસ કરતા વેપારીએ હાઇકોર્ટમાં સીઝ થયેલા બેન્ક એકાઉન્ટ ખોલી આપવા અને સ્ટોકને પરત કરવા કરેલી અરજીમાં રજૂઆત કરી હતી કે જીએસટીના કાયદા અનુસાર કોઇપણ અધિકારીને સ્ટોક કે બેન્ક એકાઉન્ટ સીઝ કરવાની સત્તા નથી.

X
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીરગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી