અમદાવાદ / ગુજરાતમાં પાણીની કટોકટી, ડેમો ખાલીખમ, માત્ર 23 ટકા જ વરસાદ પડતા સ્થિતિ ગંભીર

water crisis in Gujarat, due to 23 percent rainfall in gujarat farmer in tense

  • એક અઠવાડીયા સુધી ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય થવાની સંભાવના નહિવત
  • જુલાઈના અંત સુધીમાં 50 ટકા જેટલો વરસાદ નહીં પડે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થશે

Divyabhaskar.com

Jul 13, 2019, 01:34 PM IST

અમદાવાદઃ 'વાયુ' વાવાઝોડાને પગલે ગુજરાતમાં વરસાદ ખેંચાતા રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઈ માટેના પાણીની ગંભીર કટોકટી ઉભી થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ એક અઠવાડીયા સુધી ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય થશે નહીં. જેથી આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં ભરચોમાસે ફરી અછત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ મામલે રાજ્ય સરકારે પણ નર્મદા ડેમથી માંડીને રાજકોટના આજી ડેમથી લઈ ખારીકટ કેનાલમાં પણ છોડવામાં આવી રહ્યું છે. આમ છતાં પણ જો જુલાઈના અંત સુધીમાં રાજ્યમાં 50 ટકા જેટલો વરસાદ નહીં પડે તો ભરચોમાસે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થશે.

રાજ્યના કયા તાલુકામાં કેટલા ટકા વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધીમાં મૌસમનો 23.83 ટકા જ વરસાદ નોંધાયો છે. રાજ્યના 251 તાલુકાઓમાં પડેલા વરસાદ અંગે વાત કરીએ તો 29 તાલુકામાં ઝરમરથી લઈ બે ઈંચ, 67 તાલુકામાં બેથી પાંચ ઈંચ, 99 તાલુકામાં 5થી 10 ઈંચ, 43 તાલુકામાં 10થી 20 ઈંચ, 10 તાલુકામાં 20થી 40 વરસાદ પડ્યો છે.

રાજ્યના ડેમોની સ્થિતિ
આ સિવાય ડેમોની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યના 204 ડેમોમાં માંડ દોઢ ટકા જેટલો જ પાણી સંગ્રહ વધ્યો છે. 20 દિવસ પહેલા 17 ટકા પાણીનો જથ્થો હતો જે હાલ 18.54 ટકા જેટલો છે. સરદાર સરોવર ડેમમાં 53.17 ટકા પાણીનો જથ્થો છે. આ સિવાય સૌરાષ્ટ્રના 139 ડેમોમાં 7.66 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. કચ્છના 20 ડેમોમાં 9.17 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 12.69 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 15.88 ટકા અને મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 46.19 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. આમ સમગ્ર રાજ્યમાં મધ્ય ગુજરાતની સ્થિતિ થોડે ઘણે અંશે સારી ગણી શકાય છે. તેમજ ગુજરાતના 204 ડેમોમાં માત્ર 18 ટકા જ પાણી છે.

વાવેતર કર્યું પણ વરસાદ નથી, લો પ્રેશરના કોઈ એંધાણ નથી
હવામાન ખાતાના સૂત્રો મુજબ, રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી હાલમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી છે. જો કે દમણ-દાદરા નગર હવેલી અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ સુકુ રહેશે.બંગાળની ખાડીમાં જો નવેસરથી લો-પ્રેશર ઉંભુ થાય અને તે સિસ્ટમ આગળ વધે તો વરસાદની સંભાવનાઓ છે. પરંતુ હાલમાં બંગાળની ખાડીમાં આ પ્રકારના કોઈ એંધાણ જોવા મળતા નથી. સિસ્ટમ સર્જાય તેના 48થી 72 કલાકમાં એક્ટિવ થતી હોય છે. આ તમામ બાબતો જોતાં એકાદ સપ્તાહ સુધી વરસાદની સંભાવનાઓ ઓછી છે.
ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં નૈઋત્યનું ચોમાસુ બેસી જશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. જેથી રાજ્યના કેટવાક ભાગોમાં ખેડૂતોએ વરસાદ આધારીત વાવેતર પણ કરી દીધુ છે. પરંતુ એક સપ્તાહ સુધી વરસાદ નહીં થાય તો આ તમામ વાવેતર બળી જવાની શક્યાતાઓ વ્યક્ત થઈ રહી છે. જેના લીધે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

X
water crisis in Gujarat, due to 23 percent rainfall in gujarat farmer in tense
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી