અમદાવાદ / નવા નિયમ બાદ ટ્રાફિક નિયમોનો ભંગ 70 ટકા ઘટ્યો, ઓવરસ્પીડના કેસ વધ્યા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • અમદાવાદ સહિત ગુજરાતભરમાં 16 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગૂ થયા હતા
  • 1થી 15 સપ્ટેમ્બરમાં નિયમ ભંગના 62566, 16થી 30 સપ્ટેમ્બરમાં 19120 કેસ
  • હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ વગરના સૌથી વધુ કેસ નોંધાયા છે

Divyabhaskar.com

Oct 11, 2019, 01:03 PM IST
​​​​​​અમદાવાદ: ટ્રાફિકના નવા નિયમો આવ્યા બાદ સપ્ટેમ્બરના શરૂઆતના 15 દિવસની સરખામણીમાં છેલ્લા 15 દિવસમાં ટ્રાફિકના નિયમોનો ભંગ 70 ટકા ઘટ્યો છે. પરંતુ ઓવર સ્પીડના કેસમાં વધારો થયો છે. મોટર વ્હીકલ એક્ટ, 2019 અંતર્ગત ટ્રાફિકના નિયમો ભંગ કરતા લોકો પાસેથી ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. 16 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ થતાં જ વાહનચાલકોએ ગંભીરતા દાખવવાની શરૂ કરી દીધું છે. ટ્રાફિક પોલીસના ડેટા મુજબ નવા નિયમો લાગૂ થતા પહેલા (1થી 15 સપ્ટેમ્બર) ટ્રાફિક નિયમ ભંગના ટૂ અને ફોર વ્હીલરના 62566 કેસ જ્યારે નિયમો લાગુ થયા બાદ (16થી 30 સપ્ટેમ્બર) ટ્રાફિક ભંગનાં 19120 કેસ નોંધાયા છે. આમ દંડની રકમ વધતા જ અમદાવાદીઓએ નિયમ પાલન માટે શિસ્તબદ્ધ બન્યા છે.

અમદાવાદીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરતાં થયા
ટ્રાફિક પોલીસ મુજબ 1થી 15 સપ્ટેમ્બર દરમિયાન હેલ્મેટ વગર 31224 કેસ જ્યારે સીટ બેલ્ટ વગરના 6846 કેસ નોંધાયા હતા. જ્યારે 16થી 30 સપ્ટેમ્બર દરમિયાન હેલ્મેટ વગર 2778 અને સીટ બેલ્ટ વગરના 3713 કેસ નોંધાયા છે.

તો ઓવર સ્પિડીંગ કેસ વધ્યા...
વાહનચાલકો દંડ ન ભરવો પડે તે માટે ઓવર સ્પીડ વાહન ચલાવતા હોય છે. ડેટા મુજબ 1થી 15 સપ્ટેમ્બર દરમિયાન ટૂ-વ્હીલર ઓવર સ્પિડીંગનો એક કેસ જ્યારે ફોર વ્હીલરમાં એકપણ કેસ નોંધાયો ન હતો. જ્યારે નવા ટ્રાફિક નિયમ લાગુ થયા બાદ (16થી 30 સપ્ટેમ્બર) ટૂ-વ્હીલર ઓવર સ્પિડીંગના બે કેસ અને ફોર વ્હીલર ઓવર સ્પિડીંગના 13 કેસ નોંધાયા છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી