વાયુ / વાવાઝોડું ગુજરાતમાં આવશે નહીં પણ દીવથી દ્વારકા સુધીના દરિયાકાંઠાને ભારે અસર કરશે

  • વાવાઝોડું પ્રતિ કલાક 135-145 કિલો મીટરથી લઈ 160 કિલો મીટરની ઝડપે ફુંકાશે
  • વાવાઝોડું વેરાવળથી 300 કિલો મીટર દૂર ઓમાન તરફ
  • વાવાઝોડાની સાથે સાથે ભારે વરસાદ પણ પડવાની શક્યતા

Divyabhaskar.com

Jun 13, 2019, 10:26 AM IST

અમદાવાદઃ ગુજરાતમાં આવનારુ સંભવિત 'વાયુ' વાવાઝોડું મધરાત્રે ઓમાન તરફ ફંટાયુ છે. જો કે વાવાઝોડાની દિશા બદલાય હોવા છતાં તે ગુજરાતને અસર તો કરશે જ. હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડુ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાને અસર કરશે. આ દરમિયાન વાવાઝોડું પ્રતિ કલાક 135-145 કિલો મીટરથી લઈ 160 કિલો મીટરની ઝડપે ફુંકાશે. હાલ આ વાવાઝોડું વેરાવળથી 300 કિલો મીટર દૂર ઓમાન તરફ છે. આ સિવાય વાવાઝોડાની સાથે સાથે ભારે વરસાદ પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ગુજરાત પર 15 જૂન સુધી વાવાઝોડાનું જોખમ રહેવાની શક્યતા છે.

મધરાત બાદ વાવાઝોડાંનો રૂટ બદલાયા બાદ આ વાવાઝોડાની સોમનાથ, પોરબંદર, દ્વારકા પર અસર જોવા મળશે.પરંતુ ગુજરાતને ટકરાશે નહીં. જો કે વાવાઝોડુ રાજ્યમાં લેન્ડ ફોલ થવાને બદલે માત્ર અસર કરીને જતુ રહેશે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી