વરમોર SC મર્ડર / અનુસૂચિત જાતિના યુવકની હત્યાકાંડમાં નવો વળાંક, ગર્ભવતી હોવાનો ઉર્મિલાનો ઇનકાર

varmor sc man murder case wife found after after many days but police official announcement await

  • દલિત યુવકની હત્યાના કેસમાં યુવતીના પિતા સહિત 7ની ધરપકડ કરાઈ
  • મૃતક હરેશે અભયમ્ હેલ્પલાઇનને પત્ની ગર્ભવતી હોવાથી લેવા જવાનું કહ્યું હતું

Divyabhaskar.com

Jul 15, 2019, 02:22 AM IST

વિરમગામઃ માંડલ તાલુકાના વરમોર ગામે દલિત યુવાન હરેશ સોલંકીની હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. મૃતક હરેશની પત્ની ઉર્મિલાએ પોલીસ સમક્ષ પોતે ગર્ભવતી હોવાનો ઇનકાર કર્યો છે. જોકે હરેશે અભયમ હેલ્પ લાઇનને પત્ની ગર્ભવતી હોવાનું કહ્યું હતું. બીજી તરફ આ ઘટનામાં પોલીસે ઉર્મિલાના પિતા દશરથસિંહ ઝાલા અને અન્ય છની ધરપકડ કરી છે.

બે મહિના પહેલા ઉર્મિલાને વરમોર લઇ જવાઈ હતી
વરમોર ગામમાં થોડા દિવસ પહેલા હરેશ સોલંકી નામના દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. દરબાર પરિવારની યુવતી ઉર્મિલા ઝાલાએ કચ્છ ગાંધીધામના દલિત યુવાન હરેશ સોલંકી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આથી ઉર્મિલાના પરિવારના સભ્યો નારાજ હતા. બે મહિના પહેલા તેઓ ઉર્મિલાને વરમોર લઈ આવ્યા હતા. ત્યાર બાદ તેને પાછી મોકલી ન હતી. આથી હરેશ સોલંકીએ હેલ્પ લાઈન 181 અભયમની મદદ લીધી હતી અને જણાવ્યું હતું કે તેની પત્ની ગર્ભવતી છે. આથી 181ના અભયમના કાઉન્સિલર અને વુમન કોન્સ્ટેબલ હરેશ સોલંકીને સાથે લઈને વરમોર ગામે ગયા હતા, જ્યાં ઉર્મિલાના પિતાની સાથે વાતચીત કરી તેમને સમજાવવા પ્રયાસ કર્યો હતો. આ કાઉન્સેલિંગ દરમિયાન યુવતીના પરિવારે કહ્યું હતું કે, એક મહિના પછી ઉર્મિલાને ગાંધીધામ પાછી મોકલીશું.

ગર્ભવતી હોવાનો કર્યો ઇનકાર
ત્યારબાદ કાઉન્સેલર પાછા ફરી રહ્યાં હતા ત્યારે હથિયારોથી સજ્જ ટોળાએ હુમલો કરીને હરેશ સોલંકીની હત્યા કરી હતી તથા 181ની ગાડીમાં પણ તોડફોડ કરી હતી. આ બનાવ અંગે નાયબ પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર મનવર અને માંડલ પોલીસના અધિકારી વાય.એ.પરમારે સાત આરોપીની ધરપકડ કરી છે. જોકે રવિવારે પોલીસ અધિક્ષકે ઉર્મિલાની પૂછપરછ કરી ત્યારે તેણે પોતે ગર્ભવતી ન હોવાનું જણાવ્યું હતું. જોકે હરેશે પત્ની ગર્ભવતી હોવાથી તેણે પિયરમાંથી લેવા જવાનું અભયમને જણાવ્યું હતું.
પત્નીને લેવા જતા હત્યા કરાઈ
વરમોરમાં તા.8મી જુલાઇએ મોડી સાંજે એક અનુસૂચિત જાતિના યુવાનની હત્યા થઇ હતી. પ્રેમ લગ્ન કર્યા બાદ યુવાન 181 અભયમ મહિલા પોલીસ ટીમ સાથે પત્નીને લેવા વરમોર આવ્યો હતો. યુવાનને યુવતીના પિતા સહિત 8 શખ્સોએ ઘાતક હથિયારથી જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી. 181 અભયમ મહિલા પોલીસ ટીમના ભાવિકાબેન વનજીભાઇ ભગોરાએ માંડલ પોલીસ સ્ટેશનમાં 8 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓને પકડવા 4 ટીમ જોતરાઈ હતી
પ્રવીણકુમાર મીણા એ.એસ.પી. (વિરમગામ)ની દેખરેખ હેઠળ જુદીજુદી 4 ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથધરી હતી. પોલીસે તા.10મી જુલાઇના રોજ ઇન્દ્રજીતસિંહ ઉર્ફે કાનો દશરથસિંહ, હસમુખસિંહ અને હરીશચંદ્રને ઝબ્બે કર્યા હતા. તા.11મી જુલાઇના રોજ પોલીસે અજયસિંહ ધનાજી ઝાલા, પરબતસિંહ મનુજી ઝાલા અને અનોપસિંહ દોલુભા ઝાલાની ધરપકડ કરી હતી. જ્યારે તા.13મી જુલાઇના રોજ યુવતીના પિતા દશરથસિંહ ધનુભા ઝાલાની ધરપકડ સાથે 7 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે.
ગણતરીના કલાકોમાં ચોથો પકડાય તેવી વકી
બાકી એક આરોપીને ઝડપી પાડવા તપાસ અધિકારી પી.ડી. મણવર, નાયબ પોલીસ અધિક્ષક એચસીએસટી સેલ અને વાય.એ. ઝાલા પોસઇ માંડલ સહિતની ટીમ કામે લાગી છે. વધુમાં બિન સત્તાવાર રીતે પ્રાપ્ત વિગત મુજબ ગણતરીના કલાકોમાં જ બાકી રહી ગયેલો આઠમો આરોપી જયદીપસિંહને પોલીસ ઝબ્બે કરી શકે છે. આ કેસમાં વધુ એક શખ્સનું નામ ખુલ્યું હોય તેની પણ પોલીસ અટકાયત કરે તો નવાઇ નહીં.

X
varmor sc man murder case wife found after after many days but police official announcement await
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી