અમદાવાદ  / વાડજમાં બુટલેગર બન્યો બેફામ, જાહેરમાં હાથમાં દારૂની બોટલ લઈ ફર્યો, પોલીસને ગાળાગાળી કરી નમાલી કહી

vadaj police arrested butlgar

  • દારૂના ગુનામાં પોલીસ સ્ટેશનમાં પકડી લાવી તો પોલીસ સામે બોલચાલી કરી
  • રિવોલ્વર માંગી એક બે ને પાડી દેવાની ધમકીઓ આપી

Divyabhaskar.com

Nov 11, 2019, 02:30 PM IST

અમદાવાદઃ જુના વાડજ વિસ્તારમાં બુટલેગરે પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા હોવાની ઘટના બની છે. બુટલેગરે ખુલ્લેઆમ દારૂની બોટલ હાથમાં રાખી જાહેર રોડ પર એક્ટિવા પર ફર્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતા વાડજ પોલીસ બુટલેગરને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં બુટલેગરે પોલીસને ગાળાગાળી અને ધમકી આપી હતી. રિવોલ્વર માંગી લાવ એક બે ને પાડી દઉ, તારામાં હિંમત નથી તેમ કહ્યું હતું. વાડજ પોલીસે બુટલેગર ઉમેશ બચાણી સામે ગુનો નોંધી તેની સામે કાર્યવાહી કરી છે. બુટલેગરની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી.
જુના વાડજમાં લખુમલ ભજીયા હાઉસ સામે રવિવારે રાતે ઉમેશ બચાણી નામનો બુટલેગર જાહેર રોડ પર હાથમાં દારૂની બોટલ લઈ રોફ જમાવી રહ્યો હતો. આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા વાડજ પોલીસ ઉમેશ બચાણીની પ્રોહિબિશનના કેસમાં અટકાયત કરી હતી. ડી સ્ટાફની ઓફિસમાં લઈ આવી હતી. પોલીસ કાગળની કામગીરી કરી રહી હતી, ત્યારે અચાનક જ આરોપી ઉમેશ ઉગ્ર બની પોલીસને ગાળાગાળી કરવા લાગ્યો હતો.
ઉમેશે પોલીસને ધમકી આપી હતી કે તે બધા પોલીસવાળાને જોઈ લેશે. એકલા હશો ત્યારે હુમલો કરી જાનથી મારી નાખશે. આરોપીએ ભગવાન પાટિલ નામના પોલીસકર્મીને કહ્યું કે,"તને તો નહીં જ છોડું.". રિવોલ્વર ધરાવતા પોલીસકર્મીને કહ્યુ હતુ કે, "લાવ તારી પિસ્ટલ, એક બે ને પાડી દવ, તારી પાસે બંદૂક છે પણ હિંમત નથી. પોલીસ વાળા હીજડા અને પૈસા ખાવા વાળા છે."

પોલીસ સ્ટેશનમાં આરોપીએ ધમાલ મચાવતા ઝપાઝપી થઈ હતી. ઝપાઝપી દરમિયાન ઉમેશના નાકના ભાગે ખુરશી વાગી ગઈ હતી. લોકઅપમાં પુરશો તો આખી રાત માથા પટકી પટકી ઇજા કરી કોર્ટમાં ફરિયાદ કરીશ તેવી ધમકી આપી હતી.

X
vadaj police arrested butlgar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી