પહેલ / ધોલેરા SIR દેશનું ઇલેક્ટ્રિક વ્હીકલ અને બેટરી મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર બની શકે છે

The Dholera SIR could become the country's electric vehicle and battery manufacturing cluster

  • આગામી સમયમાં નવા શહેરોની જરૂર પડશે: અમિતાભ કાન્ત
  • ભારતમાં ઈવી ક્રાંતિ લાવવા ધોલેરા આગેવાની લેશે

Divyabhaskar.com

Jul 27, 2019, 05:57 PM IST

અમદાવાદ: ગુજરાતના ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) માટે દેશનું ઇલેક્ટ્રિક વ્હીકલ અને તેમાં વપરાતી લિથિયમ આયન બેટરીના ઉત્પાદન માટેનું ક્લસ્ટર બનવા માટે પુરતી તકો રહેલી છે અને આના માટે રાજ્ય અને કેન્દ્ર સરકારો તેને પ્રોત્સાહન પણ આપી રહી છે. ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીએસઆઈઆરડીએ) દ્વારા દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પ (ડીએમઆઈસીડીસી) અને સીઆઈઆઈ સાથે સહયોગમાં અમદાવાદમાં સસ્ટેનેબલ મોબિલિટીઃ અ ન્યૂ એરા ઓફ ઈ-મોબિલિટી પર સંયુક્ત પરિષદનું આયોજન કરાયું હતું. આ તકે વિડીયો કોન્ફરન્સ મારફત નીતિ આયોગના CEO અમિતાભ કાન્તે કહ્યું હતું કે, ધોલેરામાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઇલેક્ટ્રિક વ્હિકલના ઉત્પાદન માટે ઘણી તકો રહેલી છે અને આ માટે ધોલેરા એક આદર્શ સ્થળ બની શકે છે. આ સાથે જ તેઓએ દેશમાં વધતા શહેરીકરણ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં રહેલી ખામીઓમાં ઈ-મોબીલીટી કઈ રીતે મદદરૂપ થઇ શકે છે તે બાબતે ભારત સરકારનો અભિગમ જણાવ્યો હતો.

ભારતમાં ઈવી ક્રાંતિ લાવવા ધોલેરા આગેવાની લેશે
આ તકે ગુજરાતના ચીફ સેક્રેટરી જે એન સિંહે ધોલેરા એસઆઈઆર સક્ષમ મોબિલિટીના પ્રમોશનમાં અને ભારતમાં ઈવી ક્રાંતિ લાવવા માટે આગેવાની લેશે એવી ઘોષણા કરી હતી. તેમને કહ્યું હતું કે, સરકાર ટાટા ગ્રુપ સાથે વાત કરી રહી છે અને તેઓ અહી લિથિયમ આયન બેટરીનું ઉત્પાદન કરવા માટે રસ ધરાવે છે. અન્ય ઉત્પાદકો સાથે પણ સરકારની વાતચીત ચાલુ છે. આ ઉપરાંત અહી ડીફેન્સ સેક્ટરના ડેવલપમેન્ટ માટે સરકાર કટિબદ્ધ છે. ધોલેરાના વિકાસ માટે જ્યાં અને જયારે પણ જરૂર પડશે સરકાર તેમાં રૂપિયા આપવા માટે તૈયાર છે.

આવતા સમયમાં નવા શહેરોની જરૂર પડશે: અમિતાભ કાન્ત
અમિતાભ કાન્તે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં દેશની અડધાથી પણ વધુ વસ્તી શહેરોમાં હશે અને એટલે આપણે નવા શહેરોની જરૂર પડશે જે સ્માર્ટ અને સસ્ટેનેબલ હોય. ધોલેરા પ્લાન્ડ અને સસ્ટેનેબલ સીટીનું ઉમદા ઉદાહરણ છે. આવા શહેરોમાં ઈ-મોબિલીટી એ પરિવહન માટે જરૂરી બનશે. ભારતમાં ૮૦% વાહનો 2 અને 3 વ્હિલર્સ છે અને એટલે જ અમે અમારું પ્રાઈમરી ફોકસ તેના પર છે. સરકાર આમાંના મોટા ભાગના વાહનોને બેટરી ઓપરેટેડ વ્હિકલમાં ફેરવવા માંગે છે.

રાજ્યો અને મ્યુનિસિપાલિટીએ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર ફોકસ કરવાની જરૂર
અમિતાભ કાન્તે રાજ્ય સરકારો અને મ્યુનિસિપાલિટીઓને સલાહ આપતા જણાવ્યું હતું કે, ભારતમાં હાલ દર 1000 વ્યક્તિએ માત્ર 1.2 બસ જ છે જે વિકસિત રાષ્ટ્રોના બેન્ચમાર્ક કરતા ઘણું જ ઓછુ છે. અમેરિકા અને યુરોપમાં આ દર 800થી વધુ છે. આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટને મજબુત કરવાની જરૂર છે અને આ માટે રાજ્યો અને મ્યુનિસિપાલિટીએ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર ફોકસ કરવું જોઈએ.

X
The Dholera SIR could become the country's electric vehicle and battery manufacturing cluster
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી