બુલેટિન 9 PM / Speed News: એસજી હાઈવેથી એસપી રિંગરોડ સુધીનો વિસ્તાર હવે ન્યૂ અમદાવાદ તરીકે વિકસાવાશે, વર્ષ 2019નો શાંતિ નોબેલ પુરસ્કાર ઈથિયોપિઆના વડા પ્રધાનને મળશે

Divyabhaskar.com

Oct 11, 2019, 10:48 PM IST

અમદાવાદઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં. એસજી હાઈવેથી એસપી રિંગરોડ સુધીનો વિસ્તાર હવે ન્યૂ અમદાવાદ તરીકે વિકસાવાશે. જે અંતર્ગત બોપલ, ઘૂમા, શેલા, રાંચરડા, છારોડી, અસલાલી અને SP રિંગરોડના અંદરના વિસ્તારોને મ્યુનિસિપલની હદમાં સમાવેશ કરવામાં આવશે. જ્યારે પૂર્વમાં નેશનલ હાઈવે નંબર 8થી રિંગરોડના અંદરના વિસ્તારોનો સમાવેશ થશે. આ અંગેનું જાહેરનામું દિવાળી પછી બહાર પડે તેવી શક્યતા છે. વર્ષ 2019નો શાંતિ નોબેલ પુરસ્કાર ઈથિયોપિઆના વડા પ્રધાનને મળશે. આ પુરસ્કાર માટે 43 વર્ષીય અબિય અહમદ અલીના નામની જાહેરાત થઈ છે. તેઓ ઈરીટ્રિયામાં 20 વર્ષથી ચાલી રહેલા વિવાદનો નિવેડો લાવ્યા હતા. 2018માં PM બન્યા બાદ તેમણે શાંતિવાર્તા શરૂ કરી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી