બુલેટિન 9 PM / Speed News: નીલકંઠવર્ણી વિવાદ મામલે ગુજરાતી કલાકારોમાં એવોર્ડ વાપસી, પંચમહાલ અને દાહોદ પંથકમાં 6 ઇંચથી વધુ વરસાદ

Divyabhaskar.com

Sep 13, 2019, 08:38 PM IST

અમદાવાદઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં. નીલકંઠવર્ણી વિવાદ મામલે ગુજરાતી કલાકારોમાં એવોર્ડ વાપસની મોસમ શરૂ થઈ છે. શુક્રવારે ભજનિક હેમંત ચૌહાણ, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, બિહારી હેમુ ગઢવી અને હરદેવ સહિતના કલાકારોએ રત્નાકર એવોર્ડ પરત કર્યા છે. આ સાથે જ એવોર્ડ પરત કરનાર કલાકારોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. તમામ કલાકારોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે મોરારિબાપુ અંગે કરેલા નિવેદન સામે દુખ વ્યક્ત કર્યું છે. પંચમહાલ અને દાહોદ પંથકમાં 6 ઇંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે નવસારી જિલ્લાના ખેરગામમાં અને વલસાડ શહેરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાક દરમિયાન સુરત, તાપી અને જૂનાગઢ જિલ્લામાં વરસાદ થઈ શકે છે. આ સાથે જ અમદાવાદમાં પણ બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કડાણા ડેમમાંથી 5 લાખ અને પાનમ ડેમમાંથી 5.90 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે બન્ને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે 116 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. મહી નદીમાં પૂરને પગલે ગળતેશ્વર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી