બુલેટિન 9 PM / Speed News: નીલકંઠવર્ણી વિવાદ પછી કલાકારોની એવોર્ડ વાપસી

માયાભાઈ આહિર અને કટાર લેખક જય વસાવડાએ ‘રત્નાકાર’ એવોર્ડ પરત કર્યા

Divyabhaskar.com

Sep 12, 2019, 09:38 PM IST

અમદાવાદઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં. નીલકંઠવર્ણી વિવાદ પછી એવોર્ડ વાપસીની શરૂઆત થઈ ગઈ છે. મોરારિબાપુના સમર્થનમાં હાસ્ય કલાકાર માયાભાઈ આહિર અને કટાર લેખક જય વસાવડાએ સ્વામિનારાયણ સંપ્રદાયે આપેલા ‘રત્નાકાર’ એવોર્ડ પરત કર્યા છે. બીજી તરફ પૂર્વ મંત્રી આઇ. કે. જાડેજાએ અમદાવાના તૂટેલા રોડ વિશે ટ્વીટ કરતાં સવાલ ઉઠ્યા છે. ભાજપના જ પૂર્વ મંત્રીએ બોપલ-શાંતિપુરા વચ્ચેના SP રિંગ રોડને લઈને ટ્વીટ કર્યું હતું. હરકતમાં આવેલા તંત્રએ ટ્વીટ કર્યાના થોડી વારમાં જ રોડનું કામકાજ ચાલતું હોવાના ફોટા શેર કર્યા હતા. રોડનું કામ શરૂ થઈ જતાં આખરે આઈ. કે. જાડેજાએ પણ કામની પ્રશંસા કરી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી