તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sp Ring Raod To Sg Highway Areas Will Became New Ahmedabad

ન્યૂ અમદાવાદ બનશે, સરદાર પટેલ રિંગ રોડની અંદરના વિસ્તારો શહેરમાં ભળી જશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિંમમાં SP રિંગરોડથી એસજી હાઈવેના વિસ્તારો AMCમાં ભળી જશે
  • એસજી હાઈવેથી SP રિંગરોડનો વિસ્તાર સમાવેશ થશે
  • પૂર્વમાં NH-8થી SP રિંગરોડનો વિસ્તાર ભળી જશે

અમદાવાદ: એસજી હાઈવેથી એસપી રિંગરોડ સુધીનો વિસ્તાર હવે ન્યુ અમદાવાદ તરીકે વિકસાવાશે. જેના માટેની સમ્પૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે. દિવાળી બાદ પશ્ચિંમમાં SP રિંગરોડથી એસજી હાઈવેનો વિસ્તાર અને પૂર્વમાં NHથી રિંગ રોડ વચ્ચેનો વિસ્તારમાં આવેલી નગરપાલિકા અને ગ્રામ પંચાયતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવી લેવાશે.પશ્ચિંમમાં SP રિંગરોડથી એસજી હાઈવેનો વિસ્તારમાં આવતા બોપલ, ઘૂમા, શેલા, રાંચરડા, છારોડી, અસલાલીના અને SP રિંગરોડના અંદરના વિસ્તારો મ્યુનિસિપલની હદમાં સમાવેશ કરવામાં આવશે. તેમજ પૂર્વમાં નેશનલ હાઈવે નંબર 8થી રિંગરોડના અંદરના વિસ્તારો મ્યુનિસિપલની હદમાં આવરી લેવાશે.

દિવાળી બાદ જાહેરનામું બહાર પડે તેવી શક્યતા
મ્યુનિસિપલની સામાન્ય ચૂંટણી પૂર્વે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, પ્રાપ્ત માહિતી મુજબ બોપલ-ઘૂમાને ઔડામાં સુપરત કર્યા બાદ ઘણા સમયથી માગ હતી કે આ બંને નગરપાલિકા સહિત શેલા, રાંચરડા, છારોડી, અને અસલાલીને પણ મ્યુનિસિપલમાં સમાવિષ્ટ કરાય. આ અંગે પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. મ્યુનિસિપલની હદમાં 2006થી 2008માં નવા વિસ્તારોનો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ 11 વર્ષ પછી નવા 3 વિસ્તારોને મ્યુનિસિપલની હદમાં સમાવેશ કરવા માટેની હિલચાલ શરૂ કરી દેવાઈ છે. જેથી દિવાળી બાદ જાહેરનામું બહાર પડે તેવી શક્યતા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો