વાયુ / વાવાઝોડાનો ખતરો ટળ્યો, આવતીકાલથી જનજીવન રાબેતા મુજબ શરૂ થશે, કેશડોલ્સ ચૂકવાશે: રૂપાણી

School college and transportation service will start by tomorrow- vijay rupani

  • મુખ્યમંત્રીએ કરેલી વાવાઝોડાની છેલ્લી સમીક્ષા બેઠક
  • સ્થળાંતર કરાયેલા 2.75 લોકોને પરત મોકલવાની સૂચના અપાઈ
  • આજ સાંજથી વાહન વ્યવહાર શરૂ થઈ જશે
  • આશ્રય લેનારને ત્રણ દિવસની કેશડોલ્સ ચૂકવાશે

Divyabhaskar.com

Jun 14, 2019, 01:32 PM IST

ગાંધીનગર: સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની આફતની છેલ્લામાં છેલ્લી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે હવે ગુજરાત પરનો સંભવિત વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. આવતીકાલથી શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થઈ જશે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પર ગતિવિધિઓ ફરી શરૂ કરી દેવાશે. આશ્રયસ્થાનોમાં આશ્રય લેનારા પુખ્ત વયની વ્યકિતને રોજના રૂ. 60 અને સગીર વયની વ્યકિતને રોજના રૂ. 45 પ્રમાણે ત્રણ દિવસની કેશડોલ્સ પણ ચૂકવવામાં આવશે.

કુદરતી આફત સામે સતર્કતા કેળવવાનો તંત્રને અનુભવ થયો: સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં સલામત આશ્રયસ્થાને સ્થળાંતર કરાયેલા 2.75 લાખ લોકોને પરત મોકલવાની કાર્યવાહી જિલ્લાતંત્રને હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. જે-તે જિલ્લામાં તંત્રના માર્ગદર્શન માટે ગયેલા મંત્રીઓ-સચિવો પરત આવી જશે. કેન્દ્ર સરકાર, હવામાન વિભાગ, લશ્કર, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ, રાજ્યના નાગરિકો અને મીડિયાનો આભાર માન્યો હતો. વધુમા રૂપાણીએ જણાવ્યું હતું કે તંત્રને ભારે કુદરતી આફત સામે લડવાની પૂર્ણ સતર્કતા કેળવવાનો મોટો અનુભવ પણ મળ્યો છે.

માર્ગ વાહન વ્યવહાર આજ સાંજથી શરૂ થશે: સંભવિત વાવાઝોડાની અસરોને પગલે રાજ્યના 2000 ગામોમાં વીજપૂરવઠાને પણ અસર પહોંચી હતી. જે હવે પૂર્વવત થતાં માત્ર 144 ગામોમાં વીજપૂરવઠો રાબેતા મુજબ થવાનો બાકી છે તે પણ આજે સાંજ સુધીમાં થઇ જશે. જે વિસ્તારોમાં ઘોરીમાર્ગો પર વૃક્ષો-ઝાડ પડી જવાના કે અન્ય આડશો આવી જવાના કિસ્સાઓમાં પણ તે દૂર કરી માર્ગો કલીયર કરી દેવાયા છે. માર્ગ વાહન વ્યવહાર એસ.ટી. નિગમની બસ સેવાઓનું સંચાલન પણ આજે સાંજથી નિયમિત કરી દેવામાં આવશે.

X
School college and transportation service will start by tomorrow- vijay rupani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી