કથા વિવાદ / સ્વામી વિશ્વવલ્લભદાસ સામે SC સમાજમાં આક્રોશ, MLA મેવાણી DGPને ફરિયાદ નોંધવા માંગ કરી

SC community anger over  Vishwavallabhdas comment MLA Jignesh mevani will meet Guajrat DGP

  • અમદાવાદ, બાલાસિનોર, જામનગર સહિત રાજ્યમાં સ્વામી વિરૂધ્ધ 10 જેટલી અરજી કરાઈ
  • મેવાણીએ 48 કલાકમાં ફરિયાદ નહીં નોંધાય તો આંદોલન કરવાની ચીમકી આપી

Divyabhaskar.com

Sep 12, 2019, 05:23 PM IST

ગાંધીનગર: સ્વામિનારયણ સંપ્રદાય અને મોરારિબાપુનો નિલકંઠવર્ણી વિવાદ થમ્યો છે. ત્યારે સ્વામી વિશ્વવલ્લભદાસે અનુસૂચિત જાતિ માટે કરેલી ટિપ્પણીથી છેલ્લા ચારેક દિવસથી અનુસૂચિત જાતિના લોકોમાં આક્રોશ છે. ગઈકાલે પણ રાજ્ય પોલીસ વડાને આઈપીએસ અધિકારી સુજાતા મજમુદારના થકી‘ સમસ્ત અનુસુચિત જાતિ સમાજ’ના નેજા હેઠળ આવેદન અપાયું હતું. રાજ્યમાં સ્વામી વિરૂધ્ધ 10 જેટલી અરજી કરાઈ છે. છતાં ફરિયાદ ન નોંધાતા વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ડીજીપી શિવાનંદ ઝા અને એડિશનલ ડીપીજી એસસી- એસટી સેલને મળીને ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી. સાથે જ મેવાણીએ 48 કલાકમાં ફરિયાદ નહીં નોંધાય તો આંદોલન કરવાની ચીમકી આપી હતી.
મેવાણી શિવાનંદ ઝાને મળવા જશે
જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, સ્વામી વિશ્વવલ્લભદાસે અનુસૂચિત જાતિ પર કરેલી અપમાનજનક અને જાતિવાદી ટિપ્પણીના મુદ્દે સમુદાય દ્વારા અલગ અલગ જગ્યાએ ફરિયાદ કરવા અરજી આપેલી છતાં ગુજરાત પોલીસે આજ સુધી એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. આ મુદ્દે ધારાસભ્ય અને અનુસૂચિત જાતિ સમુદાય વ્યક્તિ તરીકે હું જાતે અને સમાજના સામાજિક કાર્યકર્તાઓ આજે ગુજરાત ડીજીપી શિવાનંદ ઝા અને એડિશનલ ડીપીજી એસસી એસટી સેલને રૂબરૂ મળીને અરજી આપી હતી. આ અપમાનજનક ટિપ્પણી મુદ્દે તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવા અને તેમાં કાર્યવાહી કરવા માંગ કરી હતી. જો ફરિયાદ દાખલ કરવામાં નહી આવે તો આવનાર 48 કલાકમાં આ મુદ્દે આંદોલનનો કોલ અપાશે.
એટ્રોસીટી એક્ટ, આઈપીસી અને આઈટી એક્ટ મુજબ ફરિયાદની માંગ
સુરત સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિશ્વવલ્લભ સ્વામી ઉર્ફે સતશ્રીના વાઈરલ થયેલા વીડિયોમાં તેઓ અનુસૂચિત જાતિ સમાજના લોકોની લાગણી દુભાય તે રીતે અપમાનજનક શબ્દો બોલ્યા હતા. જેને પગલે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ અનુસૂચિત જાતિ સમાજ અને આગેવાનો દ્વારા ફરિયાદ દાખલ કરવા અને એટ્રોસીટી એક્ટ, આઈપીસી અને આઈટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા માંગ કરી હતી અને રાજ્યમાં 10 જેટલી લેખિત ફરિયાદ કરી હતી. જોકે, સ્વામી વિશ્વવલ્લભ સ્વામી સામે ક્યાંય ફરિયાદ નોંધાઈ નથી.

X
SC community anger over  Vishwavallabhdas comment MLA Jignesh mevani will meet Guajrat DGP
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી