ઊજવણી / ભદ્રાદોષ રહિત રક્ષાબંધન હોવાથી આખો દિવસ રાખડી બાંધી શકાશે

Rakshabandhan 2019, Muhurat to tie rakhi

  • આજે રક્ષાબંધન,  શાસ્ત્ર પ્રમાણે રાખડી બાંધવા ફક્ત ભદ્રા વિષ્ટી યોગ જોવાય છે

Divyabhaskar.com

Aug 15, 2019, 06:54 AM IST

અમદાવાદ: 15મી ઓગસ્ટ ગુરુવારે શ્રાવણ સુદ પૂર્ણિમા સવારે સૂર્યોદય સમય 6.17થી શરૂ થઈ સાંજે 5.59 મિનિટ સુધી રહેશે. આ સંપૂર્ણ સમયને પવિત્ર રક્ષાબંધન ગણી શકાય. તેના માટે કોઈપણ મુહૂર્ત કે ચોઘડિયાં જોવાની આવશ્યકતા રહેતી નથી. શાસ્ત્ર પ્રમાણે રાખડી બાંધવા માટે ફક્ત ભદ્રા વિષ્ટી યોગ જોવાય છે, પરંતુ આ વર્ષે ભદ્રા યોગ રહિત રક્ષાબંધન હોવાથી તેનો દોષ રહેતો નથી. રક્ષાબંધનને દિવસે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરે છે જે અનુસાર ભદ્રનો વાસ પાતાળ લોકમાં હોવાથી ભૂલોકમાં કોઈ પણ દોષ રહેતો નથી. જેથી દિવસ દરમિયાન કોઈ પણ સંશય રાખ્યા વિના રક્ષાબંધનનો તહેવાર ઊજવી શકાશે.

રાખડી બાંધવાનાં મુહૂર્ત

શુભ સવારે 6.16થી 7.53
ચલ સવારે 11.10થી 12.48
લાભ બપોરે 12.48થી 2.26
અમૃત બપોરે 2.26થી 4.04
શુભ સાંજે 4.04થી 7.19

ઇસ્કોન મંદિરમાં બલરામ જયંતી ઊજવાશે
વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો માટે આ તહેવાર અગત્યનો માનવામાં આવે છે. ઈસ્કોન મંદિરમાં આજે આ તહેવાર ધામધૂમથી ઊજવાશે. આ ઉત્સવની સાથે એક મહિનાથી મંદિરમાં ચાલતો ભગવાન રાધા કૃષ્ણના હિંડોળાનો પણ અંતિમ દિવસ ઊજવાશે.

અમદાવા્દમાં આ જગ્યાઓએ બ્રાહ્મણો જનોઈ બદલશે

  • સવારે 9:30 કલાકે અમદાવાદ શહેરની બ્રહ્મસમાજની 24 સંસ્થાઓ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ એકમ દ્વારા ડી.કે. પટેલ હૉલ, અમીકુંજ ચાર રસ્તા પાસે, નવદીપ હૉલની બાજુમાં, નારણપુરા ખાતે ભૂદેવો માટે યજ્ઞોપવીત બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
  • શ્રી કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર સારંગપુર સહિત અન્ય મંદિરો ખાતે પણ યજ્ઞોપવીત કાર્યક્રમનું આયોજન કરાયું છે.
X
Rakshabandhan 2019, Muhurat to tie rakhi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી