અમદાવાદ / મેટ્રો કોર્ટના જજે પૂછ્યું ગુનો કબૂલ છે? રાહુલ ગાંધીએ ના પાડી; માનહાનિ કેસમાં 10 હજારના જામીન પર છૂટકારો

Rahul Gandhi in Ahmedabad for  hearing in metro court of defamation case
Rahul Gandhi in Ahmedabad for  hearing in metro court of defamation case

  • કાલુપુર વોર્ડના કોર્પોરેટરે મેટ્રો કોર્માં રાહુલ ગાંધી વિરુદ્ધ ક્રિમિનલ બદનક્ષીની ફરિયાદ કરી હતી
  • એડીસી બેંક કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહેવાની મુક્તિ મેળવવા માટે પણ કોર્ટમાં અરજી કરી
  • મેટ્રો કોર્ટમાં જજ ઇટાલિયા સમક્ષ રાહુલ  હાજર થયા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી જામીનદાર બન્યા

Divyabhaskar.com

Oct 12, 2019, 06:39 AM IST

અમદાવાદ: આજે તેઓ અમદાવાદ મેટ્રો કોર્ટમાં જજ ઇટાલિયા સમક્ષ હાજર થયા હતા. મેટ્રો કોર્ટના જજે પૂછ્યું ગુનો કબૂલ છે, ત્યારે રાહુલ ગાંધીએ ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. તેમને 10 હજારના જામીન પર છોડવામાં આવ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણી જામીનદાર બન્યા હતા. એડીસી બેંક કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહેવાની મુક્તિ મેળવવા માટે પણ કોર્ટમાં અરજી કરી છે. જેની 7 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.આ સમયે કોર્ટમાં ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષનેતા પરેશ ધાનાણી, બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી સતત બીજા દિવસે ગુજરાતમાં આવ્યા છે. કોર્ટમાં હાજર થવા માટે ગઈકાલે તેઓ સુરત ગયા હતા અને આજે અમદાવાદ આવ્યા છે.
બપોરે અમદાવાદ આવ્યા

આજે બપોરે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ રિવરફ્રન્ટ પાસે આવેલી હોટલ પહોંચ્યા હતા. ત્યાં રિફ્રેસમેન્ટ બાદ અગાસિયે જમ્યા હતા અને બાદમાં મેટ્રો કોર્ટમાં થયા હતા.તેમણે લકીની ચા પણ પીધી હતી.
આજે ક્રિમિનલ બદનક્ષી કેસમાં સુનાવણી
અમદાવાદમાં ક્રિમિનલ બદનક્ષી કેસમાં સુનાવણીમાં તે આવ્યા છે. તેઓ અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજરી આપશે.તેમની સામે એ.ડી.સી. બેંક અને જબલપુરની સભામાં અમિત શાહ વિરુદ્ધ અપશબ્દ બોલવા મામલે ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ એ.ડી.સી. બેંક માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 12મી જુલાઈએ અમદાવાદની ઘીકાંટા કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યારે તેમને કોર્ટે રૂ. 15 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા.

રાહુલ ગાંધીને ધારાસભ્યો ન મળ‌ી શક્યા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વહીવટી બેદરકારીને કારણે દૂરથી આવેલા ધારાસભ્યો રાહુલ ગાંધીને મળી શક્યા ન હતા. રાહુલ ગાંધીને મળવા પહોંચેલા ધારાસભ્યો સર્કિટ હાઉસની બહાર જ રહ્યા હતા,મહામહેનતે કેટલાક ધારાસભ્યો મળી શક્યા અને કેટલાક ન મળી શકતા નારાજ થઇ ગયા હતા. દરમિયાનમાં રાહુલ ગાંધી બપોરે એરપોર્ટ પર ઉતરતા તેમનું સ્વાગત કરાયું હતું. આ પછી એરપોર્ટની બહાર, શાહીબાગ,એનેક્સી સર્કિટ હાઉસ ખાતે પણ મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઇને રાહુલ ગાંધીનું અભિવાદન કર્યું હતું.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરેજવાલ સામે જામીનલાયક વોરંટ ઈશ્યૂ
એડીસી બેંક બદનક્ષીના કેસમાં હાજર નહી રહેતા કોગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલ વિરુદ્ધ એડી.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એન.બી.મુન્શીએ જામીન લાયક વોરંટ કાઢી વધુ સુનાવણી 18 ડિસેમ્બરના રોજ હાથ ધરવાનો આદેશ કર્યો હતો. બદનક્ષી કેસની સુનાવણી શુક્રવારે બપોર હાથ ધરાઇ ત્યારે ફરિયાદી તરફે એડવોકેટ એસ.વી.રાજુ અને અજિતસિંહ જાડેજાએ રજૂઆત કરી હતી કે, આરોપીને બે વાર સમન્સ કાઢયા છતાં જાણી જોઇને સમન્સ લેવામાં આવતા નથી. દિલ્હી પોલીસ કમિશનર દ્વારા પણ સમન્સ બજાવેલું તે પણ પાછું આવ્યું હતું. 12 જુલાઇએ આરોપીના વકીલ પંકજ ચાંપાનેરીએ બાંયધરી આપેલી કે, સૂરજેવાલ હાજર રહેશે અને વકાલતનામુ પણ રજૂ કરીશું. તેમ છતાં આરોપી હાજર નથી રહ્યા અને કોર્ટની કાર્યવાહીમાં વિલંબ કરે છે. આથી વોરંટ કાઢવામાં આવે. આથી આરોપી તરફે એડવોકેટ પંકજ ચાંપાનેરીએ રજૂઆત કરી હતી કે, સૂરજેવાલા હરિયાણામાં ચૂંટણીમાં વ્યસ્ત છે. આથી આવતી મુદતે તેઓ હાજર રહેશે. ત્યારબાદ વોરંટના હુકમ સામે સ્ટે માટેની અરજી કરી હતી. જે પણ કોર્ટે ફગાવી દીધી હતી.
કાલુપુર વોર્ડના કોર્પોરેટરે ફરિયાદ કરી છે
લોકસભાની ચૂંટણી દરમિયાન જબલપુરમાં રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યા કેસના આરોપી કહ્યા હતાં. આથી અમદાવાદના કાલુપુર વોર્ડના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટ નંબર-16 માં રાહુલ ગાંધી વિરુદ્ધ ક્રિમિનલ બદનક્ષીની ફરિયાદ કરી હતી. આથી કોર્ટે જે તે સમયે ફરિયાદીનું વેરિફિકેશન કરી રાહુલ ગાંધીને સમન્સ કાઢ્યું હતું. અને 9 ઓગસ્ટે સુનાવણી રાખી હતી. પરંતુ હાજર રહ્યા ન હતા.
વકીલે રાહુલ હાજર રહેશે તેવી બાયધરી આપી હતી
9 ઓગસ્ટે સુનાવણીમાં રાહુલ ગાંધી હાજર રહ્યા ન હતા. જેને પગલે તેમની વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં કરાયેલા બદનક્ષીના કેસમાં 11 ઓક્ટોબરે હાથ ધરાનારી સુનાવણીમાં રાહુલ ગાંધી હાજર રહેશે તેવી બાયધરી તેમના વકીલે કોર્ટમાં આપી હતી. આથી કોર્ટે આ કેસની વધુ સુનાવણી 11 ઓક્ટોબરે હાથ ધરવાનો નિર્દેશ કર્યો હતો.

X
Rahul Gandhi in Ahmedabad for  hearing in metro court of defamation case
Rahul Gandhi in Ahmedabad for  hearing in metro court of defamation case
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી