પ્રવાસ / રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 દિવસની ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરાયું

President Ramnath Kovind visits Gujarat for 2 days, Welcome to Ahmedabad Airport

  • કોબા જૈન આરાધના કેન્દ્રની મુલાકાત લેશે, પીએમ મોદીના માતા હીરાબાને પણ મળશે
  • રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે, 13મીએ કેન્દ્રીય કૃષિ મંત્રી રૂપાલા સાથે બેઠક કરશે

Divyabhaskar.com

Oct 12, 2019, 06:31 PM IST

અમદાવાદ: ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, કલેકટર ડૉ. વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર એ.કે. સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પુષ્પગુચ્છથી રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા.
પીએમ મોદીના માતા હીરાબાને પણ મળશે રાષ્ટ્રપતિ

મુલાકાત દરમિયાન તેઓ કોબા ખાતેના જૈન આરાધના કેન્દ્રના કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. 13મીએ રાજભવનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજશે. તેમજ નરેન્દ્ર મોદીના માતા હીરાબાને પણ મળશે. 13મીએ બપોરે તેઓ દિલ્હી રવાના થશે.

X
President Ramnath Kovind visits Gujarat for 2 days, Welcome to Ahmedabad Airport
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી