અમદાવાદ / રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં મજૂરો પર જુલમ, હત્યાનો ગુનો કબુલવા ઈલેક્ટ્રિક શોક આપે છે

  • દરરોજ 7 મજૂરોને પોલીસ સ્ટેશન લઈ જઈને ઈલેક્ટ્રિક શોક આપે છે
  • 12 જૂને વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર યુવકની લાશ મળી હતી
  • પોલીસે પાસે મૃતક કોણ છે તે અંગેની કોઈ માહિતી જ નથી

Divyabhaskar.com

Jun 14, 2019, 05:48 PM IST

અમદાવાદ: સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથની ઘટનામાં હજી સુધી જવાબદાર આરોપી પોલીસ અધિકારીઓ ફરાર છે ત્યારે અમદાવાદમાં પણ પોલીસની કસ્ટડીમાં માર મારવાની ઘટના સામે આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર થયેલી હત્યા મામલે ઇવેન્ટ સેન્ટરમાં ગાર્ડનમાં કામ કરતા મજૂરોને પોલીસે ઉઠાવી તેમને ઢોર માર મારી ગુનો કબૂલી લેવા માટે દબાણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્રણથી ચાર મજૂરોને બેરેહમીથી માર મારવામાં આવ્યો છે. તેઓને ઇલેક્ટ્રિકલ શોક પણ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૂળ મધ્યપ્રદેશ અને આદિવાસી ગરીબ મજૂરો મજૂરી કરી ગુજરાન ચલાવતા હોય પોલીસના ડરથી કોઈ ફરિયાદ કરી શક્યું નથી.

પોલીસે મજૂરોને બેરહમીથી માર માર્યો: રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાસે ગાર્ડનનું કામ ચાલી રહ્યું છે. ઉપેન્દ્ર તિવારી નામના કોન્ટ્રાક્ટરના મજૂરો ત્યાં કામ કરી રહ્યા છે. ઉપેન્દ્ર તિવારીએ divyabhaskarને જણાવ્યું હતું કે બે દિવસ પહેલા રિવરફ્રન્ટ રોડ પર થયેલી હત્યા મામલે વેસ્ટ પોલીસ દરરોજ મારા 6થી 7 મજૂરોને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ માર મારે છે. ઇલેક્ટ્રિકલ શોક પણ આપે છે. અમે તપાસમાં સહકાર આપવાનું પણ કહયુ છે. પોલીસે મજૂરોને એટલા બેરેહમીથી માર માર્યો છે કે તેઓ આજે ઉભા રહેવાની હાલતમાં પણ નથી છેલ્લા બે દિવસથી તેઓ કામ પણ કરી શકતા નથી.

મૃતક કોણ છે તે અંગે પોલીસ પાસે કોઈ નથી: સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એ સિંઘે divybhaskar સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે મજૂરોને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને નિવેદન લીધા છે. સીસીટીવીમાં હજી સુધી કશું મળ્યું નથી. મૃતક કોણ છે તે અંગે પણ હજી માહિતી મેળવી શકાઈ નથી.

યુવકની માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હતી
ગત 12 જૂનના રોજ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર પાસે યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. વેસ્ટ પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર જ આ હત્યા કરવામાં આવી હતી. વહેલી સવારે ઇવેન્ટ સેન્ટર પાસેથી યુવકની લાશ મળતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લાશ પાસે લોખંડનો હથોડો પણ મળી આવ્યો છે. વહેલી સવારે અથવા રાત્રે હત્યા કરાઈ હોવાની આશંકાએ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે યુવકની તપાસ હાથ ધરી હતી પરંતુ તેના વિશે હજૂ સુધી પોલીસને કોઈ માહિતી મળી નથી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી