અમદાવાદ / ઉત્તર ગુજરાતના મહૂડી તીર્થ ધામને પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ઉજાગર કર્યું

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર વ્યક્તવ્ય દરમિયાન વડાપ્રધાન મોદી

  • સ્વતંત્રતા પર્વ નિમિત્તે વડાપ્રધાનનું વ્યક્તવ્ય
  • મહૂડીના જૈન મુનિ શ્રી બુદ્ધિ સાગર સુરિશ્વરજીએ કહ્યું પાણી કિરાણાની દુકાને મળશે 
  • આજે આપણે પીવાનું પાણી કિરાણાની દુકાનમાંથી લઈએ છીએ
  • આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ
     

Divyabhaskar.com

Aug 16, 2019, 01:03 PM IST

અમદાવાદઃ જૈનોના આસ્થાના કેન્દ્ર ઉત્તર ગુજરાતના મહૂડી તીર્થ ધામ અને જૈન મુનિ શ્રી બુદ્ધિ સાગર સુરિશ્વરજીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા પર્વ નિમિત્તે લાલ કિલ્લા પર આપેલા વ્યક્તવ્યમાં ઉલ્લેખ કર્યો છે. પીએમ મોદીએ પોતાના વ્યક્તવ્ય દરમિયાન જણાવ્યું કે, મારો જન્મ ગુજરાતમાં થયો, ગુજરાતમાં એક મહુડી કરીને તીર્થ ક્ષેત્ર છે. જૈન સમુદાયના લોકો ત્યાં આવતા જતા રહે છે. આજથી લગભગ 100 વર્ષ પહેલા ત્યાં એક જૈન મુનિ થઈ ગયા. તેઓ ખેડૂતના ઘરમાં જન્મ્યા હતા પરંતુ જૈન પરંપરા સાથે જોડાઈને દીક્ષિત થયા અને જૈન મુનિ બન્યા. લગભગ 100 વર્ષ પહેલા બુદ્ધિ સાગરજી મહારાજે લખ્યું છે કે, એક દિવસ એવો આવશે જ્યારે પાણી કિરાણાની દુકાનમાં વેચાતું હશે. આજે આપણે પીવાનું પાણી કિરાણાની દુકાનમાંથી લઈએ છીએ, આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ.

કોણ હતા શ્રી બુદ્ધિ સાગર સુરિશ્વરજી
મહુડીમાં તીર્થની સ્થાપના કરનારા આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ વીજાપુરના પટેલ હતા. તેમનું નામ બેચરદાસ હતું અને 6 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. જૈન સાધુ બન્યા પછી અને તેમનું નામ બુદ્ધિસાગર થયું. તેમણે પોતાનાં જીવનમાં 2000થી વધારે કાવ્યો લખ્યાં હતા, જેમાં સાબરમતી નદી વિશે સૌથી વધુ કાવ્યો હતાં. તેમણે 130 જેટલા ગ્રંથ લખ્યા છે જે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં છે. તેઓ અમદાવાદની નજીક પેથાપુર, મહુડી વગેરે સ્થળોએ સાબરમતીના કાંઠે વિહાર કરવા દરમિયાન કાવ્યો લખ્યાં હતાં. તેમણે 1925માં દેહત્યાગ કર્યો હતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી