એલર્ટ / કચ્છ સીમા સામે પાકિસ્તાન 4 સબમરીન તહેનાત કરશે, ભારતીય સુરક્ષા દળો સતર્ક

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • આઇએમબીએ અને સિરક્રીક પર પાકિસ્તાનનો હંમેશાં રહ્યો છે નાપાક ડોળો
  • નાના કદની આ સબમરીન જાન્યુઆરી સુધી પાક નેવીમાં સામેલ કરી દેવાશે 

Divyabhaskar.com

Oct 12, 2019, 11:41 AM IST
નારાયણસરોવર: કચ્છની સંવેદનશીલ જળસીમાની સામેપાર પાકિસ્તાને 4 સબમરીન તૈનાત કરવાની કવાયત હાથ ધરતાં ભારતિય સુરક્ષાદળો પણ આ ઘટનાક્રમને લઇ સતર્ક બની ગયા છે. પાકની આ કવાયત પર ભારતિય સુરક્ષા એજન્સીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે.
પાક નેવીમાં આ સબમરીન જાન્યુ 2020 સુધી સામેલ થશે
સુત્રોએ આપેલી મહત્વની માહિતી અનુસાર તુર્કી દ્વારા પાકિસ્તાનને નાના કદની સબમરીન આપવામાં આવશે. ત્યારે પાકિસ્તાન આ તમામ સબમરીનને કચ્છની સામેપાર તૈનાત કરશે તે લગભગ નિશ્ચીત મનાઇ રહ્યું છે. પાક નેવીમાં આ સબમરીન જાન્યુ 2020 સુધી સામેલ થશે. આમેય આઇએમબીએલ અને સિરક્રીક પર પાકિસ્તાનનો હરહંમેશ નાપાક ડોળો મંડરાયેલો જ રહ્યો છે. તેવા સમયે કચ્છની સામેપાર સબમરીનની તૈનાતીના નિર્ણયને હળવાશથી લઇ શકાય તેમ નથી.
સીમા વિસ્તારમાં પગદંડો જમાવવાની પેરવી
સિરક્રીક સહિતના ક્રીક વિસ્તાર તેમજ આંતરરાષ્ટ્રિય જળસીમાને સ્પર્શતા ખુલ્લા દરિયામાં ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાતા પેટ્રોલીંગ પર નજર રાખવા સાથે આ વિસ્તાર પર પોતાનો પગદંડો જમાવવાની પેરવી પાકિસ્તાન કરી રહ્યું છે. સબમરીનની તૈનાતી તેનો જ એક ભાગ છે. આ સબમરીનમાં આધુનિક ઉપલબ્ધ હથિયાર ઉપલધબ્ધ કરાવાશે તેવીય માહિતી હાથ લાગી છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી