શિક્ષણ / હવે ધોરણ-10ના કોઇપણ વિષયમાં OMR પદ્ધતિથી પ્રશ્નો પૂછાશે નહીં

OMR method removed from 10th  board exam in Gujarat

  • 2020માં યોજાનારી પરીક્ષા માટે બોર્ડે માર્ગદર્શિકા જાહેર કરી
  • નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિદ્યાર્થીએ 80 માર્કના પ્રશ્નો લખવાના રહેશે 
  • 20 માર્ક સ્થાનિક કક્ષાએ આપવામાં આવશે   
  • રિપિટર વિદ્યાર્થી જૂના કોર્સ પ્રમાણે પરીક્ષા આપી શકશે 

Divyabhaskar.com

Oct 12, 2019, 11:39 AM IST
અમદાવાદ: 2020માં યોજાનારી ધો.10ની બોર્ડની પરીક્ષા માટેની માર્ગદર્શિકા બોર્ડે જાહેર કરી છે. જેમાં ધો.10માં કોઇપણ વિષયમાં ઓએમઆર પદ્ધતિ રહેશે નહીં. વિદ્યાર્થીઓએ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે 80 ગુણના પ્રશ્નો લખવાના રહેશે. જ્યારે કે 20 ગુણ સ્થાનિક કક્ષાએ આપ્યા છે. આ 20 ગુણભારને 5 અલગ અલગ ભાગમાં વિભાગ પાડવામાં આવ્યા છે.

રિપિટર વિદ્યાર્થીઓને જૂના કોર્સ પ્રમાણે પરીક્ષા આપવાની છૂટ
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાંની પરીક્ષામાં ફેરફાર બાદ વાલીઓના વિરોધને કારણે બોર્ડે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. પરંતુ ધો.10ની પરીક્ષા પદ્ધતિમાં પોતે કરેલા ફેરફાર પ્રમાણે જ પરીક્ષાની માર્ગદર્શિકા જાહેર કરી છે. બોર્ડે રિપિટર વિદ્યાર્થીઓને જૂના કોર્સ પ્રમાણે પરીક્ષા આપવાની છૂટ આપી છે. પરંતુ રિપિટર વિદ્યાર્થીઓએ પણ 80 ગુણની જ પરીક્ષા આપવાની રહેશે.

આ પુસ્તકમાં ફેરફાર
બોર્ડે સ્પષ્ટતા કરી છે કે હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને ગણિતના પુસ્તકો એનસીઇઆરટી પ્રમાણે કરાયા છે. જ્યારે કે ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી દ્વિતીયમાં કોઈ ફેરફાર કરાયો નથી.
X
OMR method removed from 10th  board exam in Gujarat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી