અમદાવાદ / હવે NRIને 50 હજારથી વધુ કિંમતની ગિફ્ટ, પ્રોપર્ટી આપવા પર ઈન્કમટેક્સ ભરવો પડશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • અગાઉ નક્કી કરેલા 22 સંબંધી દ્વારા અપાતી ગિફ્ટ પર ટેક્સ નહોતો

Divyabhaskar.com

Jul 14, 2019, 03:28 AM IST

અમદાવાદઃ હવેથી ઇન્ડિયન રેસિડેન્સ બ્લડ રિલેટીવ સિવાયના કોઇ પણ એનઆરઆઇને રૂ. 50 હજારથી વધારેની કિંમતની ગિફટ આપે તો તે એનઆરઆઇએ ઇન્ડિયન ટેક્સેશન પ્રમાણે ઇન્કમટેકસ ભરવો પડે છે. કેન્દ્ર સરકારના બજેટમાં કરાયેલી જોગવાઈ મુજબ અમુક બ્લડ રિલેટીવ સિવાયના એનઆરઆઇને ગિફ્ટ રૂપે અપાતી રકમ અથવા પ્રોપર્ટી ઉપર ભારતના ટેક્સ સ્લેબ મુજબ એનઆરઆઇએ ભરવાનો થશે.

બ્લડ રિલેશનર સિવાયને ગિફ્ટ આપવા પર ચાર્જ
અત્યાર સુધી એનઆરઆઇને આપવામાં આવતી કોઇ પણ પ્રકારની ગિફટ એનઆરઆઇના કેસમાં કરમુકત હતી પરંતુ આ છટકબારીને ધ્યાનમાં રાખી બજેટમાં બ્લડ રિલેશન સિવાયના કોઇ પણ એનઆરઆઇને આપવામાં આવતી ગિફટ ઉપર ઇન્કમટેકસના સ્લેબ મુજબ ઇન્કમ ટેકસ ભરવાની જવાબદારી એનઆરઆઇની થશે. ભારતમાં પણ બ્લડ રિલેશન સિવાયની ગિફટ રૂ. 50 હજાર ઉપર હોય તો ટેકસ લાગુ પડે છે. જે અત્યાર સુધી એનઆરઆઇને મળતી ગિફટ ઉપર લાગુ પડતું ન હોતું. જે કોઇ એનઆરઆઇ અત્યાર સુધી ઇન્ડિયન રેસિડેન્ટ જેવા કે જમાઇ, કાકા-દાદાના દીકરા અને કાયદામાં આપેલા 22 સંબંધીઓ ઉપરાંત આપવામાં આવેલી ગિફટને હવેથી ટેકસેબલ ગણવામાં આવશે. એનઆરઆઇએ મળેલ ગિફટને ડિકલેર કરી અને તેના ઉપર જરૂરી ટેકસ ભરવો પડશે.

ટ્રસ્ટને અપાયેલી ગિફ્ટ પણ ટેક્સેબલ
મિત્રો કે ટ્રસ્ટને આપવામાં આવેલી ગિફટ હવેથી ટેકસેબલ થશે. અત્યાર સુધી ઘણા લોકો આ કર મુક્તિનો ગેરલાભ લેતા હતા. જેવા કે ટ્રાન્સફર ઓફ ફંડ અને પ્રોપર્ટીની ઓનરશીપ મિત્રો અને સંબંધીઓને ટ્રાન્સફર કરી કરમુક્તિનો ગેરલાભ લેતા હતા. આ ટેકસ ભરવાની જવાબદારી ગિફટ લેનાર એનઆરઆઇએ ભરવી પડશે.

બોન્ડમાં કરેલાં રોકાણ પર કરમુક્તિ
સરકારે એક તરફ એનઆરઆઇ પાસેથી ગિફટ ઉપર ટેકસની જોગવાઇ કરી છે જ્યારે બીજી બાજુ મ્યુચ્યઅલ ફંડ દ્વારા એનઆરઆઇને આવકનો ભાગ આપવામાં આવે તેવા કિસ્સાઓમાં સરકારે કરમુક્તિ આપી છે. વધારામાં એનઆરઆઇ દ્વારા ભારતીય કંપનીના બોન્ડમાં, ડેરિવેટિવ, જીડીઆર બોન્ડમાં કરેલા સ્ટોક એકસચેન્જ દ્વારા કરવામાં આવેલા રોકાણ પર 1 સપ્ટેમ્બરથી કરમુક્તિ આપવામાં આવી છે. - વિપુલ ખંધાર, સીએ

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી