અમદાવાદ / કરદાતા પાસે વારંવાર વિગત માગી હેરાન નહીં કરવાની ITને નાણા મંત્રીની સૂચના

nirmala sitharaman said in Ahmedabad on article 370 - Kashmiri women will benefit

  • નિર્મલા સીતારમણ ભાજપના સંગઠન પર્વ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં
  • નિર્મલા સીતારામને શહેરના વિવિધ ટ્રેડ એસોસિયેશનની રજૂઆતો સાંભળી

Divyabhaskar.com

Aug 17, 2019, 02:13 AM IST

અમદાવાદ: ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવકવેરાના અધિકારીઓએ કરદાતાની સમસ્યાનું નિરાકરણ લાવવા તેમજ વારંવાર કરદાતા પાસે માહિતીઓ માંગીને હેરાન ન કરવાની સૂચના અમદાવાદ આવેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આપી છે. તેમણે જણાવ્યું કે રેવન્યુ કલેકશન પહેલા વિભાગમાં વહીવટી પારદર્શીતા લાવી જરૂરી છે.

વહીવટી પારદર્શિતાની સાથે સાથે રેવન્યૂમાં વધારો કરવા પર નાણા મંત્રીએ ભાર મૂક્યો
તેમણે કહ્યું, સીબીડીટી અને સીબીઆઇસીના ચેરમેને સાથે જુદા જુદા રાજ્યોમાં જઇને આવકવેરા જીએસટી, કસ્ટમના અધિકારી પાસેથી માહિતી મેળવીશું તેમજ હું રૂબરૂમાં દરેક ઝોનના અધિકારીને મળીને સમસ્યાઓનું નિરાકરણ લાવીશ.

અમારા અધિકારીઓ કરદાતાઓને મળવા રૂબરૂ જશે
શુક્રવારે દિનેશ હોલ ખાતે કસ્ટમ, સીજીએસટી અને ઇન્કમટેકસના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ કેન્દ્રીય મંત્રી સીતારામને જણાવ્યું કે, અમારા અધિકારીઓ કરદાતાઓને મળવા રૂબરૂ જશે અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવશે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઇ અધિકારીએ કરદાતા પાસે કોઇ પણ પ્રકારની માહિતી મંગાવવી નહીં. ફેસલેસ કામગીરી કરવાની સૂચના આપી દેવાઇ છે. અમારો ઉદ્દેશ રેવન્યુની સાથે વહિવટી પારદર્શીતા લાવવાનો છે. અમદાવાદના વિવિધ ટ્રેડ એસોસિએશનના પ્રમુખે તેમની રજૂઆત કરી છે તેમના પ્રશ્નોનો અમે જલ્દીથી ઉકેલ લાવીશું. કરદાતાએ રૂબરૂ જવાની જરૂર રહેશે નહીં. બે શહેરોમાં કામગીરી બાદ બીજા તબક્કામાં કાનપુર, ગોહાટી, મૈસુર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં અમે જઇશું.

રિફંડના ઝડપી નિકાલની ખાતરી
ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસના અમલ બાદ મોટા ભાગના વેપારીઓના અટકેલા રિફંડ અંગે સીતીરામને જણાવ્યું કે, વેપારીઓને રિફંડ જલ્દી મળી જશે અને તેમને તેમના રિફંડ ટેક્સમાં કોઇ હિસાબે રાહ જોવી નહીં પડે.

X
nirmala sitharaman said in Ahmedabad on article 370 - Kashmiri women will benefit
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી