અમદાવાદ / લોકોના બેંક એકાઉન્ટ, મોબાઇલ તેમજ અન્ય ડેટાબેઝ હેક કરી છેતરપિંડી કરતી નાઈઝિરિયન ગેંગ ઝડપાઇ

Nigerian gangs fraudulently hacking peoples bank accounts, mobile and other databases

  • છેતરપિંડીના રૂપિયા વિવિધ બીટકોઇન વોલેટમાં ટ્રાન્સફર કરતા હતા
  • ગુજરાતના 11 અને દેશના અલગ અલગ રાજ્યમાંથી કુલ 4727 લોકો સાથે છેતરપિંડી આચરી

Divyabhaskar.com

Jun 13, 2019, 04:00 PM IST

અમદાવાદ: લોકોના બેંક એકાઉન્ટ, મોબાઈલ તેમજ અન્ય ડેટાબેઝ હેક કરી છેતરપિંડી કરતી નાઈઝિરિયન ગેંગની અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે મુંબઈથી ધરપકડ કરી છે. લોકોના પડાવેલા રૂપિયા વિવિધ બિટકોઇન વોલેટમાં ટ્રાન્સફર કરતા હતા ત્યાંથી અન્ય બિટકોઈન વોલેટમાં ટ્રાન્સફર કરી વિદેશ મોકલવામાં આવતા હતા. ગુજરાતના 11 સહિત ભારતના અલગ-અલગ રાજ્યમાંથી કુલ 4727 લોકો સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી આચરી છે.

ખાતામાથી પૈસા ઉપડી ગયા: અમદાવાદના ડોક્ટર તેજસ શાહના નેટબેંકીગ સર્વિસનો IPIN (પાસ વર્ડ) રીસેટ કરી બેક એકાઉન્ટમાંથી રૂપિયા 2.10 લાખનું કોઈ અજાણી વ્યક્તિએ ટ્રાન્ઝેક્શન કરી ઉપાડી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. બાદમાં કેથોલીક સિરીયન બેંકમા તેજસ શાહના નામનું એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. 21 જૂન 2018નાં રોજ તેમના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો જે ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યો હોવાનું માની તે લિંક ક્લિક કરી જેમાં ઈન્કમટેક્ષ વિભાગની વેબસાઇટ ઓપન થઈ હતી, જેમાં ફરિયાદીને રીફંડ ક્લેમ કરવા માટે પોતાના બેંક એકાઉન્ટની વિગત આપવાનું જણાવ્યું હતું. જે મુજબ ફરિયાદીએ વેબસાઈટમાં જણાવેલી બેંકોમાંથી પોતાની HDFC બેંક જેવું જ દેખાતું એક વેબપેઝ ઓપન થયું હતું જેમાં પુરેપુરી વિગતો આપી હતી અને મોબાઇલ વેરીફીકેશન સર્ટિફિકેટ નામની એપ્લિકેશન વેબસાઈટમાં જણાવ્યાં મુજબની ડાઉનલોડ કરીને રાખી દીધી હતી. ત્યારબાદ તેમના ખાતમાંથી પૈસા ઉપડી ગયા હતા.

12 મોબાઈલ અને 4 પાસપોર્ટ સહિતની વસ્તુઓ કબ્જે: સાયબર ક્રાઈમની ટીમે તેજસ શાહને આવેલા મેસેજમાં વિવિધ પ્રકારના નંબરો સાથેના કોર્ડ લખેલા હતા. આ નંબરોના આધારે ઓપન સોર્સ ઇન્ટેલીજન્સ, ટેક્નિકલ તેમજ ઓપન સોર્સીશથી તપાસ કરતા આરોપીના મોબાઈલ નંબર શોધી મુંબઈથી આરોપીઓ (1) ઇદ્રીશ ઓડુનાયો ડીકોસ્ટા (ઉ.વ.25, રહે. ક્રીસ્ટલ બીલ્ડીંગ, ફીલ્મ સીટી રોડ, ગોરેગાંવ ઇસ્ટ, મુંબઇ, મુળ રહે. નાઇજીરીયા), (2) ઈફાઈન ઓલીવર ઓધુ (ઉ.વ.32, રહે. ક્રીસ્ટલ બીલ્ડીંગ, ફીલ્મ સીટી રોડ, ગોરેગાંવ ઇસ્ટ, મુંબઇ મૂળ.નાઈજીરીયા) (3) સીનેડુ ક્રિસ્ટોફર સ/ઓ જોસેફ (ઉ.વ.36, રહે. આફીકા બિલ્ડીંગ, ખારાગર, નવી મુંબઈ મૂળ,નાઇજીરીયા) તેમજ બેંક એકાઉન્ટ આપનાર (1) ઈરફાન અહેમદખાન દેશમુખ (ઉ.વ- 35, રહે. સેક્ટર-૧, ચામુંડા હિલ બિલ્ડીંગ, કરનજાડે, પનવેલ, નવી મુંબઈ) અને તાબીસ સ/ઓ અહેમદખાન દેશમુખ (ઉ.વ- 28, રહે.સત્યમ હાઈટસ, સેકટર-૮, સેંટ મેરી ચર્ચ પાસે, કલંબરી, નવી મુંબઈ) (3) રાજેશ ચંદ્રકાન્ત ગાયકવાડ (ઉ.વ, 34 રહે. શિવશંકર કોટેઝ, પનવેલ, નવી મુંબઈ) (4) નિજામુદ્દીન નુરબાદશાહ શેખ (ઉ.વ,33 રહે.સીતા કેમ્પ, મુંબઈ) ઝડપી પાડ્યા હતા. પોલીસે 12 મોબાઇલ, 4 પાસપોર્ટ, 1 ડોંગલ અને 1 પેનડ્રાઇવ કબ્જે કર્યા હતા.

56 ગુનાઓનો ભેદ ઉકેલાયો: નાઈઝિરીયન આરોપીઓ સ્ટુડન્ટ વિઝા તેમજ ટુરીસ્ટ વિઝા પર ભારત આવીને મુંબઇ ખાતે મકાન ભાડે રહેતા હતા. તેઓ ભારતના સ્થાનિક નાગરિકોને નાણાં આપવાની લાલચ આપી તેઓના અલગ-અલગ બેંકોના બેંક એકાઉન્ટ ભાડે રાખી ભારતીય નાગરિકો સાથે છેતરપિંડી આચરતા હતા. આરોપીએ તેજસ શાહના હેક કરેલા મુળ ખાતામાંથી ઓનલાઇન બનાવેલા ડમી એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ત્યારબાદ આ નાણાં આરોપીઓ દ્રારા વિવિધ બિટકોઇન વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવતા ત્યારબાદ આ બિટકોઇન અન્ય બિટકોઇન વોલેટમાં ટ્રાન્સફર કરી વિદેશ મોકલવામાં આવતા હતા. મુખ્ય આરોપી ભોગ બનનારના નામે વિવિધ બેંકોમાં ઓનલાઇન ડમી એકાઉન્ટ ખોલતો હતો.પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના 11 અને ભારતના અલગ-અલગ રાજ્યોના કુલ્લે 4727 નાગરિકો સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી કરી છે. જેમાં 56 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયા છે.

X
Nigerian gangs fraudulently hacking peoples bank accounts, mobile and other databases

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી