મુલાકાત / 16 સપ્ટે.એ નર્મદા ઓવર ફ્લો થશે, 17મીએ જન્મ દિવસે જ પીએમ મોદી કેવડિયા આવશે, નર્મદા નીરના વધામણા થશે

નર્મદા ડેમ પર પહોંચેલા નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર
નર્મદા ડેમ પર પહોંચેલા નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર

 

  • વડાપ્રધાન મોદીના જન્મદિને  સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સંગ્રહ ક્ષમતા સુધી ભરાવા જઇ રહ્યો છેઃ મુખ્યમંત્રી 

Divyabhaskar.com

Sep 13, 2019, 06:10 PM IST

અમદાવાદઃ ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠન 17 સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે નર્મદા બંધ ઓવર ફ્લો થાય અને નર્મદા અને નરેન્દ્રભાઈની જન્મ દિવસની બેવડી ઉજવણી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંગે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશના નેતાઓની બેઠકો શરૂ થઈ ગઈ છે, જ્યારે વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા નર્મદા બંધની પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત સરકારનો પણ એવો પ્રયાસ છે કે, નર્મદા બંધ 17મી સપ્ટેમ્બરના રોજ ઓવર ફ્લો થાય જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નર્મદાનું સપનું તેમના જન્મ દિવસે જ પૂર્ણ થાય.

સામાન્ય રીતે નરેન્દ્ર મોદી 2002થી 2018 સુધી શાસન કર્તા રહ્યા છે ત્યારે તેમના જન્મ દિવસે કંઈક નવી ભેટ રાજ્ય અને દેશને આપતા આવ્યા છે ત્યારે ગુજરાતને પણ નર્મદા બંધની ઓવર ફ્લોની સાથે ગુજરાતની પાણીની સમસ્યાના નિવારણની ભેટ આપી શકે છે અને તેના સાક્ષી બનવા માટે વડાપ્રધાન મોદી જન્મ દિવસે થોડા સમય માટે પણ નર્મદા બંધની મુલાકાત લઈ શકે છે.

પીએમ મોદીના જન્મદિને કેવડિયા ખાતે નર્મદા નીરના વધામણા અને મહાઆરતીઃ મુખ્યમંત્રી
જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમના સંકલ્પને સિધ્ધિ સુધી પહોંચાડનાર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સંગ્રહ ક્ષમતા સુધી ભરાવા જઇ રહ્યો છે. સરદાર સરોવર ડેમ યોજનાની પૂર્ણતાનું વર્ષો જુનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યુ છે. ત્યારે આગામી 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમના સંકલ્પને સિધ્ધિ સુધી પહોંચાડનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સવારે 10.૦૦ કલાકે કેવડિયા તથા સમગ્ર ગુજરાતમાં નર્મદા નીર વધામણા-મહાઆરતી કાર્યક્રમો યોજાશે.

X
નર્મદા ડેમ પર પહોંચેલા નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીરનર્મદા ડેમ પર પહોંચેલા નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી