ચોમાસું / પંચમહાલ અને દાહોદમાં 6 ઇંચથી વધુ વરસાદ, આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

More than 6 inches of rain in Panchamahal and Dahod

  • ગુજરાતમાં 119 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ ખતરાના નિશાને
  • ​​​​​​​85 જળાશયો છલકાયા, 68 જળાશયો 70થી 100 ટકા પાણી
  • નવસારી જિલ્લાના ખેરગામમાં અને વલસાડ શહેરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો

Divyabhaskar.com

Sep 13, 2019, 04:40 PM IST

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અને દાહોદ જિલ્લામાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારી જિલ્લાના ખેરગામમાં અને વલસાડ શહેરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે.

સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીનો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ
પંચમહાલ શહેરા 6 ઇંચ
દાહોદ દાહોદ 6 ઇંચ
નવસારી ખેરગામ 5 ઇંચ
વલસાડ વલસાડ 5 ઇંચ
પંચમહાલ મોરવા હડફ 3.5 ઇંચ
દાહોદ ગરબાડા 3.5 ઇંચ
મહિસાગર કડાણા 3 ઇંચ
મહિસાગર બાલાસિનોર 3 ઇંચ
તાપી વાલોદ 3 ઇંચ
મહિસાગર લુણાવાડા 3 ઇંચ

85 જળાશયો છલકાયા, સરદાર સરોવર ખતરાના નિશાને
રાજ્યમાં સરેરાશ 119 ટકા વરસાદથી 85 જળાશયો છલકાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના 16 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તેમજ 26 જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજ 13 સપ્ટેમ્બર સવારે 6 કલાક સુધીમાં સરદાર સરોવરમાં હાલમાં 95.78 ટકા પાણીનો સંગ્રહ છે. આ સાથે રાજ્યના 68 જળાશયો 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે. 17 જળાશયો 50 ટકાથી 70 ટકાની વચ્ચે ભરાયા છે. જ્યારે 12 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે.

છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ
રાજ્યના 26 જિલ્લાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છ, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના વ્યારા, માંડવી, પલસાણા, ચોર્યાસી, વઘઇ, નવસારી, વાલોદ, આહવા, સુરત શહેર, વાંસદા, સુબીર, વંથલી, ઝાલોદ, બારડોલી અને રાણાવાવ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

204 જળાશયોમાં 83.75 ટકા જળ સંગ્રહ.
રાજ્યના 204 જળાશયોમાં હાલમાં પાણીનો સંગ્રહ કુલ સંગ્રહ શક્તિના 83.75 ટકા છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 54.33 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 96.67 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 87.36 ટકા, કચ્છના 20 જળાશયોમાં 76.03 ટકા, સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 82.78 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

X
More than 6 inches of rain in Panchamahal and Dahod
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી