અમદાવાદ / વડતાલના સ્વામી દ્વારા સગીર પર 40 વાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની રાવ

Minor molested 40 times by Vadtal temple swami

  • મહિલાઓને મોહજાળમાં ફસાવવા માટે પણ પાર્ષદનો કરાતો દુરુપયોગ

Divyabhaskar.com

Sep 13, 2019, 07:56 AM IST

અમદાવાદ: સુરતના તરુણ વયના પાર્ષદ ઉપર વડતાલ સ્વામિનારાયણ મંદિરના એક સ્વામી દ્વારા 35થી વધુ વાર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવામાં આવ્યાની અને અન્ય બે સ્વામી દ્વારા મદદગારી કરવામાં આવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પીડિત તરુણના પિતાએ નોંધાવેલી ફરિયાદનો સારાંશ આ મુજબ છે. ફરિયાદ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુરુદક્ષિણાના નામે આચરવામાં આવતું કુકૃત્ય
પોલીસ ફરિયાદમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેમના પુત્રને એપ્રિલ 2019માં ધો. 11 માં વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આવેલી લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ અપાવ્યો હતો. તેમનો પુત્ર સંસ્થામાં સુવ્રત સ્વામી ગુરુભક્તિ સંભવ સ્વામી સાથે ચારેક માસથી પાર્ષદ તરીકે રહેતો હતો. જ્યાં દેવસ્વામી ગુરુ નિલકંઠ ચરણ સ્વામી (ચેરમેન) અને સંત વલ્લભસ્વામી (કોઠારી) તરીકે કાર્યરત છે. ગત 14 ઓગસ્ટના રોજ ચાઇલ્ડ વેલ્ફેર કમિટિમાંથી મારી (પિતા) ઉપર ફોન આવ્યો હતો કે તમારો પુત્ર હાલ અમારી પાસે છે અને તેની ઉપર વડતાલ મંદિરના કેટલાક સાધુઓ દ્વારા દુષ્કર્મ - સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરવામાં આવે છે. તેથી અમે તેને લઇ આવ્યા હતા.

મારા પુત્રને મંદિરમાં આવતા સાંખ્યાયોગી બહેનો પાસે મોકલતા
મારા પીડિત પુત્રે ઘરે આવીને જણાવ્યું હતું કે સુવ્રત સ્વામીએ તેને પોતાની રુમમાં રહેવાનો આદેશ કરી તેની સાથે કચરા પોતાનું કામ કરાવતા અને ગુરુના નાતે પગ દબાવવા સહિતની સેવા કરાવતા. બાદમાં તેઓ નગ્ન અવસ્થામાં સુઇ જતા અને ધાકધમકી આપી મારા પુત્ર પર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરતા. ત્રણેક મહિનાના સમયગાળામાં 30 થી 40 વખત મારા પુત્રની ઇચ્છા વિરુધ્ધ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યુ હતું. સુવ્રત સ્વામી મારા પુત્રને મંદિરમાં આવતા સાંખ્યાયોગી બહેનો પાસે મોકલતા અને જણાવતા કે બહેનો પાસેથી મોબાઇલ લઇ આવ અને કહેજે કે સુવ્રત સ્વામી જ્યારે સેવાનો અવસર આવશે તો તમને સેવા માટે બોલાવશે.

​​​​​​​સાંખ્યયોગી બહેનોને તેમની માયાજાળમાં ફસાવવાનું કૃત્ય કરતા
ઉપરાંત સાવલી મંદિરમાં રહેતા અને અહીંયા ભગવાનનો થાળ બનાવતા ભાઇને સુવ્રત સ્વામી આદેશ આપતા કે મંદિરમાં કોઇ સારી છોકરી આવે તો તેને વિશ્વાસમાં લઇ મોબાઇલ નંબર મેળવી લેજો, તેને મારી સેવાનો અવસર આપી ખુશ કરી દઇશ. આ સ્વામી મંદિરમાં આવતી કેટલીક છોકરીઓ તથા સાંખ્યયોગી બહેનોને તેમની માયાજાળમાં ફસાવવાનું કૃત્ય કરતા હતા. આ અંગેની જાણકારી દેવ સ્વામી ગુરુ નિલકંઠ ચરણ સ્વામી અને સંત વલ્લભ સ્વામીને હોવા છતાં તેમને મદદગારી કરી હતી. આરોપી સુવ્રત સ્વામી એવી પણ ધમકી આપતા હતા કે આ બાબતની કોઇને જાણ કરીશ તો તારા મા-બાપને મારા સેવકો જાનથી મારી નાખશે, અમારા વિરધ્ધ કઇ કરી શકશે નહીં કારણ કે તમામ અધિકારીઓ સાથે અમારી ઓળખાણ હોય છે.

X
Minor molested 40 times by Vadtal temple swami
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી