અમદાવાદ / વસ્ત્રાલમાં પ્રેમલગ્ન કરનાર યુવકની પત્ની ભાઈના મિત્ર અને માસિયાઈએ ચપ્પા મારી હત્યા કરી

man murder in love marriage in ahmedabad

  • ખાનગી નોકરી કરતા યુવકે ગઈ 30મી મેએ યુવતી સાથે ભાગીને લગ્ન કર્યા હતા
  • પોલીસે આરોપી સાળાની ધરપકડ કરી, હત્યાનો પ્લાન બનાવ્યાનો આરોપ

Divyabhaskar.com

Sep 13, 2019, 04:11 PM IST

અમદાવાદ: વસ્ત્રાલમાં રહેતા અને પ્રેમલગ્ન કરનાર યુવકને પત્નીના ભાઈના મિત્ર અને માસિયાઇ ભાઈએ ચપ્પા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઓઢવ પોલીસે હત્યા કરાવનાર સાળાની ધરપકડ કરી લીધી છે.

વસ્ત્રાલમાં નોકરી કરતા પ્રેમ થયો
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા આશીર્વાદ બંગ્લોઝમાં રહેતા ઘનશ્યામભાઈ પટેલનો પુત્ર પ્રતીક (ઉ.વ.27) વસ્ત્રાલની એમ.એમ. કન્સલ્ટન્સીમાં નોકરી કરતો હતો. તેની જ કંપનીમાં કામ કરતી ખ્યાતિ નામની યુવતી સાથે પ્રતીકને પ્રેમ થઇ ગયો હતો. બન્નેએ ખ્યાતિના પરિવાર વિરોધ વચ્ચે 30 મેએ ઘરેથી ભાગી લગ્ન કર્યા હતાં.
યુવક અને યુવતીએ ભાગીને લગ્ન કર્યા
ખ્યાતિનો ભાઈ મિત પટેલ અને તેના પરિવારજનો આ લગ્નથી અત્યંત નારાજ હતા અને પ્રતીકને ધમકીઓ પણ આપતા હતા. મોડી રાત્રે પ્રતીક સુમિત નામના યુવક સાથે પાનના ગલ્લા પર ગયો હતો. ત્યારે પ્રતીકનો મિત્ર દીપક મરાઠીએ તેને ફોન કરીને પર્યાવરણ મંદિર પાસે બોલાવ્યો હતો. પ્રતીક પર્યાવરણ મંદિર પાસે પહોંચતાં ત્યાં સચીન અને કેતુલ પટેલ નામના યુવકો હાજર હતા. પ્રતીક કંઇ પણ વિચારે તે પહેલાં સચીન અને કેતુલે પ્રતીક પર ચપ્પા વડે હુમલો કરી દીધો હતો.
પગ અને શરીરે ચપ્પાના ઘા માર્યા
પ્રતીકના પગમાં અને શરીરના અલગ અલગ જગ્યાએ ચપ્પા વડે હુમલો કરીને બન્ને નાસી છુટ્યા હતા. પ્રતિક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી તરફડીયા મારી રહ્યો હતો. સુમિત પ્રતીકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. તેમણે ઘનશ્યામભાઇને ફોન કરીને જાણ કરી હતી. ઘનશ્યામભાઈએ સુમિતને પ્રતીક પર હુમલો કેવી રીતે થયો તેમ પૂછતાં તેણે સમગ્ર હકીકત કહી હતી. પ્રતીકનું ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં મોત થયું હતું.
યુવતીના ભાઈની ધરપકડ
ઓઢવ પોલીસે પ્રતીકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તેના સાળા મિતની ધરપકડ કરી છે. પ્રતીકે ખ્યાતિ સાથે ભાગીને પ્રેમલગ્ન કરી લીધા છે. જેની અદાવત રાખીને તેના સાળાએ આ હુમલો કર્યો છે. અગાઉ પણ પ્રતીકને ખ્યાતિના પરિવારજનોએ ધમકી આપી હતી.

પોલીસના જણાવ્યા મુજબ પ્રતીકના સાળા મીત પટેલે તેના માસિયાઇ ભાઇ કેતુલ પટેલ અને મિત્ર સચીન તેમજ દીપક મરાઠી સાથે મળીને પ્રતીકની હત્યા કરવાનો પ્લાન ઘડી બનેવી પ્રતીક પટેલને મોતને ઘાટ ઉતાર્યો છે.

X
man murder in love marriage in ahmedabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી