પ્રજાનો રોષ / ખાડામાં ખોવાયા નેતાઓ, દિવ્યભાસ્કરે ઉઠાવ્યો પ્રજાનો અવાજ, કોર્પોરેટરોને કરી ફરિયાદો

leaders missing in pit, divya bhaskar raised pit issue and talk with ahmedabad Corporators
leaders missing in pit, divya bhaskar raised pit issue and talk with ahmedabad Corporators

  • અમદાવાદની રસ્તાની સમસ્યા અંગે સામાન્ય નાગરિકોમાં ભારે રોષ
  • ખાડા મામલે DivyaBhaskarની અમદાવાદના કોર્પોરેટરો સાથે સીધી વાત
  • કોર્પોરેટરો-ધારાસભ્યો ઘરમાં બેસી રહ્યા છે ત્યારે પ્રજા ખાડામાં ખોવાયેલા નેતાઓને શોધી રહી છે

Divyabhaskar.com

Sep 13, 2019, 04:59 PM IST

અનિરૂદ્ધસિંહ મકવાણા, અમદાવાદઃ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રસ્તાઓ ખખડધજ થઈ ગયા છે. લગભગ છેલ્લા 10 વર્ષથી સામાન્ય વરસાદમાં જ શહેરના 50 ટકાથી વધુ રસ્તાઓ ધોવાઈ જાય છે, જેના કારણે વાહન ચાલકો તો ઠીક રાહદારીઓને પણ અનેક અગવડો ભોગવવી પડે છે. નાગરિકોની વર્ષોની આ ફરિયાદના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર નઘરોળની માફક એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાંખે છે. અમદાવાદની રસ્તાની સમસ્યા અંગે સામાન્ય નાગરિકોમાં ભારે રોષ છે ત્યારે આ જ નાગરિકોના મતથી ચૂંટાઈને સત્તા પર બેઠેલા કોર્પોરેટરો અને ધારાસભ્યો ઘરમાં બેસી રહ્યા છે ત્યારે પ્રજા આ ખાડામાં ખોવાયેલા નેતાઓને શોધી રહી છે, ત્યારે DivyaBhaskarએ પ્રજાનો અવાજ નેતાઓ સુધી પહોંચાડવા અમદાવાદના કોર્પોરેટરો સાથે ખાડા મામલે વાતચીત કરી હતી.

તમામ કોર્પોરેટરનું એક જ રટણ કામ ચાલુ છે, રજૂઆત કરી છે, પુરાણ કરીશુ​​​
ચાંદલોડિયાઃ રાજેશ્વરીબહેન પંચાલ-જ્યાં ડ્રેનેજ અને સ્ટોર્મ વોટરનું કામ ચાલે છે, ત્યાં ખાડા પડ્યા છે અને પેચવર્ક કરાવાઈ છે.
ચાંદખેડા: અરૂણસિંહ રાજપૂત-ખાડામાં પુરાણ કરાવીએ છીએ, હાલ ટેમ્પરરી કાચો માલ નાખીએ છીએ.
નરોડાઃ અલ્કાબહેન મિસ્ત્રી- તાત્કાલિક અમે કોર્પોરેશનના અધિકારીઓને ફોન કરી અને કામ કરવા કહીએ છીએ પરંતુ કામમાં વાર પણ લાગે છે.
વેજલપુર: દિલીપ બગરીયા-ચોમાસા પછી ખાડા પુરાણ કરીશું, જે મોટા ખાડા પડ્યા છે, ત્યાં અમે રોડા નાખી કરાવીએ છીએ, જીવરાજપાર્કથી વેજલપુર સુધીનો રોડ જે 2017માં બન્યો હતો. આ રોડ એક જ વર્ષમાં તૂટી ગયો હતો, તે માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા જાણ કરી હતી. મેટ્રો પાસે જે ખાડા પડ્યા છે, ત્યાં મેટ્રોની જવાબદારી છે, તેમની સાથે વાત કરી છે અને ચોમાસા પછી કામગીરી થશે.
થલતેજ: દિપ્તીબહેન અમરકોટીયા-ખાડા પડ્યા છે ત્યાં નવરાત્રિ પછી ડામરના રોડ બનાવવામાં આવશે, જ્યાં ખાડા પડ્યા છે ત્યાં ત્યાં અમે પેચ વર્ક કરાવીએ છીએ.
બાપુનગર: અશ્વિન પેથાણી-કોર્પોરેશનમાં અધિકારીઓને જાણ કરી અને ખાડા પુરવા કહીએ છીએ પરંતુ ખાડા પૂરવાંનું કામ પૂરતું નથી. ઝોન અને ડે. કમિશનર લેવલે જાણ કરી છે.
ઓઢવ: દેવયાની દેસાઈ-જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં ભયજનકના બોર્ડ મૂકી દેવામાં આવે છે. ખાડા પૂરવાની કામગીરી કરાવીએ છીએ.

X
leaders missing in pit, divya bhaskar raised pit issue and talk with ahmedabad Corporators
leaders missing in pit, divya bhaskar raised pit issue and talk with ahmedabad Corporators
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી