અમદાવાદ / સાબરમતીમાં બુલેટ ટ્રેન માટે 80 હેક્ટરમાં જાપાનના સેન્ડાઈ-કાનાજાવા જેવો અતિઆધુનિક ડેપો બનશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • અમદાવાદ-મુંબઈ રૂટ પર ટ્રેનોના સંચાલન માટેનો કંટ્રોલ રૂમ આ ડેપોમાં તૈયાર કરાશે 
  • બાયો વેસ્ટની સાથે ટ્રેનોમાંથી નીકળતા કચરાને એકત્ર કરી સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ટ્રિટ કરાશે
  • સુરત ડેપો પણ 60 હેક્ટર એરિયામાં તૈયાર કરાશે

Divyabhaskar.com

Oct 12, 2019, 03:45 AM IST
અમદાવાદ: દેશમાં હાઈસ્પીડ (બુલેટ) ટ્રેન દોડાવવા માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચઆરસીએલ) દ્વારા ઝડપી કામગીરી કરાઈ રહી છે. બુલેટ ટ્રેનની સાફ સફાઈ તેમજ મેન્ટેનન્સ માટે એનએચઆરસીએલ સાબરમતી, સુરત અને મુંબઈ નજીક થાણેમાં ડેપો બનાવશે. આ ત્રણેય ડેપો જાપાનમાં આવેલા સેન્ડાઈ અને કાનાજાવા ડેપો જેવા જ બનાવવામાં આવશે. જ્યાં ટ્રેનોનું નિરીક્ષણ કરવા માટે જરૂરી સાધનો લગાવવાની સાથે પર્યાવરણની જાળવણી સાથે ગ્રીન ડેપો તૈયાર કરવામાં આવશે.
ડેપોમાં ઇન્સ્પેક્શન બે, વોશિંગ પ્લાન્ટ, વર્કશોપ, શેડ્સ, સ્ટેબલિંગ લાઈન વગેરેની સુવિધા
એનએચઆરસીએલના અધિકારી સુષમા ગૌડે જણાવ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે તૈયાર થનારા ત્રણેય ડેપોમાં સાબરમતી ડેપો સૌથી મોટો 80 હેક્ટરમાં તૈયાર કરવામાં આવશે. આધુનિક સાધનોથી સજ્જ આ ડેપોમાં ટ્રેનોનું રેગ્યુલર મેન્ટેનન્સ કરવામાં આવશે. જેના માટે ડેપોમાં ઇન્સ્પેક્શન બે, વોશિંગ પ્લાન્ટ, વર્કશોપ, શેડ્સ, સ્ટેબલિંગ લાઈન વગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. એજરીતે અમદાવાદ મુંબઈ રૂટ પર ટ્રેનોના સંચાલન માટેનો કંટ્રોલ રૂમ પણ આ જ ડેપોમાં તૈયાર કરાશે.
​​​​​​​સુરત ડેપો પણ 60 હેક્ટર એરિયામાં તૈયાર કરાશે
અન્ય ડેપોની માહિતી આપતા તેમણે વધુમાં જણાવ્યું કે, મુંબઈ નજીક થાણેમાં તૈયાર થનાર ડેપો 60 હેક્ટર એરિયામાં તૈયાર કરાશે. જ્યાં ટ્રેનોનું મેન્ટનન્સ કરવા માટે સાબરમતી ડેપો જેવી જ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જ્યારે સુરત ડેપો પણ 60 હેક્ટર એરિયામાં તૈયાર કરાશે. આ ડેપોમાં જાપાનથી આવતી નવી ટ્રેનો રાખવાની સાથે ટ્રેનોનું પ્રાથમિક મેન્ટેનન્સ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ડેપોમાં પાણીનો સંગ્રહ કરવા તળાવ બનાવાશે
એનએચઆરસીએલના અધિકારીએ જણાવ્યું કે, પર્યાવરણની જાળવણીની સાથે બુલેટ ટ્રેનના ત્રણેય ડેપોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તે માટે નાના મોટા અનેક તળાવ બનાવાશે. તેની સાથે જ પાણીના શુદ્ધીકરણ માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ લગાવવાની સાથે રિચાર્જ પીટ્સ પણ લગાવાશે. એજરીતે ડેપોમાં રિસાઈક્લિંગ અને સિવરેજ વોટરની સુવિધા ઉપલબ્ધ થશે. બાયો વેસ્ટની સાથે ટ્રેનોમાંથી નીકળતા કચરા (વેસ્ટ)ને એકત્ર કરી સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા તેને ટ્રિટ કરાશે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી