તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • In Ramol, Three Bootleggers Kidnapped Singer Bhumi Panchal And Demanded 1 Lakh

રામોલમાં ત્રણ બુટલેગરે ગાયિકા ભૂમી પંચાલનું અપહરણ કરી 1 લાખ માંગ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભૂમિના પર્સમાંથી 10 હજાર લઈને તેને દાસ્તાન સર્કલ પાસે છોડી મૂકી

અમદાવાદઃ રામોલમાં પીએસઆઇ ઉપર હુમલો કરનાર 3 બુટલેગરોએ ગુજરાતી ગાયિકાને ચપ્પાની અણીએ તેનું અપહરણ તેની જ ગાડીમાં લઇ ગયા હતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂ.1 લાખની ખંડણી માંગી રૂ.10 હજાર પડાવી લીધા હતાં. જે પેટે ગાયિકાએ રૂ.10 હજાર આપતા તેને દસ્તાન સર્કલ પાસે છોડી દીધી હતી. આ ઘટના અંગે ગાયિકા ભૂમિ પંચાલે ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી છે.

પર્સમાંથી 10 હજાર લઈને છોડી દીધી
પરમેશ્વર પાર્કમાં રહેતી ભૂમિ પંચાલ અને કારમાં ફોટોગ્રાફર પાર્થ પટેલની સાથે સાઉન્ડવાળાને રૂપિયા આપવા ગઇ હતી ત્યારે અક્ષય પટેલ અને અજિત વાઘેલાએ ભૂમિને ફોન કરી કહેલું કે, તું નવરાત્રિમાં બહુ રૂપિયા કમાઇ છે મને રૂ.1 લાખ આપવા પડશે. ગભરાયેલી ભૂમિ ઘર તરફ વળી હતી ત્યારે સુરેલિયા રોડ પર અક્ષય અને અજિત છરી લઇને ભૂમિની ગાડી ઊભી રખાવી તેનું અપહરણ કરી દાસ્તાન સર્કલ રોડ પર લઇ ગયા હતાં અને એક્ટિવા લઇને સાહિલ આવતો હતો. જ્યારે ભૂમિને પેટમાં છરી અડાડી રૂ.1 લાખ માંગતા ભૂમિએ રડતા કહેલું કે, ઘરે ચાલો રૂપિયા આપું છું. આથી અક્ષયે ભૂમિના પર્સમાંથી રૂ.10 હજાર લઇ લીધા હતાં. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો