અમદાવાદ / જોધપુરમાં અંગત અદાવતમાં ચાર રાઉન્ડ ફાયરિંગ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે

Divyabhaskar.com

Jul 14, 2019, 10:51 AM IST

અમદાવાદ: જોધપુર વિસ્તારમાં રાઠી હોસ્પિટલ નજીકમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. અંગત અદાવતમાં આકાશ પટણી નામના શખ્સે જશવંત ઠાકોર નામના યુવક પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સેટેલાઇટ પોલીસ તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

ઘટનાના સીસીટીવી આવ્યા સામે

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં જોઈ શકાય છે કે એક શખ્સ કાર લઇને આવે છે અને તેમાંથી ઊતરીને ઘડાઘડ ગોળીબાર શરૂ કરી દે છે. ગોળીબાર થતાં જ દોડધામ મચી જાય છે અને આરોપી ફરાર થઈ જાય છે. હાલ પોલીસે સીસીટીવીને આધારે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી