અમદાવાદ / ‘હું બહેનના દીર્ઘાયુષ્ય માટે નહીં, તેના છૂટકારા માટે રાખડી બાંધુ છું’

'I'm tied up rakhi for her relief, not for the long live of the sister'

  • છેલ્લા 22 વર્ષથી સેરેબલ પાલ્સી નામના ગંભીર રોગથી બહેન પીડાઈ રહી છે
  • બહેનના છૂટકારા માટે હાઇકોર્ટમાં ઇચ્છા મૃત્યુનો કેસ કર્યો છે

Divyabhaskar.com

Aug 15, 2019, 08:27 AM IST

અનિરૂધ્ધસિંહ મકવાણા, અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારમાં રહેતો એક ભાઈ બહેનના દીર્ઘાયુષ્ય માટે નહીં, તેને જીવનમાંથી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરી રાખડી બાંધશે. મહર્ષિ રાજગોર તેની બહેન વૈદેહીને છેલ્લા ઘણા વર્ષથી રાખડી બાંધી તેની રક્ષા માટે પ્રાર્થના કરતો હતો, પરંતુ આ વર્ષે તે બહેનને રાખડી બાંધી તેના મુક્તિની પ્રાર્થના કરી છે. વૈદેહી છેલ્લા 22 વર્ષથી સેરેબલ પાલ્સી નામના અસહ્ય નામના રોગથી પીડાઈ રહી છે. આ રોગમાં વ્યક્તિ પોતાના શરીરના એકપણ અંગ વાળી શકતો નથી. બહેનની આવી હાલત ભાઈ જોઈ શકતો નથી જેથી તેની મુક્તિ માટે ભાઈ પ્રાર્થના કરે છે.

બહેનને ગંભીર રોગ થયો છે
આખા દેશની બહેનો ભાઈને રાખડી બાંધવા તત્પર છે, ત્યારે આ અમદાવાદી ભાઈ બહેનને મુક્તિ મળે તે આશયથી રાખડી બાંધશે. સાંભળવામાં અજૂગતુ લાગશે પણ આ હકીકત છે કે, એક ભાઈ બહેનને તેની પીડામાંથી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરે છે. ભાઈ બહેનને આવી દુઃખદાયી જિંદગીમાં જીવતા જોઈ શકતો નથી. તેથી તે બહેનને મુક્તિ મળે તેવું ઇચ્છે છે.

હાઇકોર્ટમાં ઇચ્છા મૃત્યુનો કેસ કર્યો છે
વૈદેહીના ભાઈ મહર્ષિ રાજગોરે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘દર વર્ષે હું મારી બહેનને રાખડી બાંધી તેની રક્ષા માટેની પ્રાર્થના કરતો હતો, પરંતુ આ વર્ષે તેને રાખડી બાંધી ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે, તેને આ જિંદગીમાંથી મુક્તિ મળી જાય.’ઉલ્લેખનીય છે કે, વૈદેહીના પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં ઈચ્છા મૃત્યુ માટે અરજી કરી છે અને તેનો કેસ હજી કોર્ટમાં પેન્ડિગ છે ત્યારે પરિવારની આશા હવે તો માત્ર ભગવાન પાસે છે અને આજે ભાઈએ બહેનને રાખડી બાંધીને તેની બહેનને મુક્તિ મળી જાય તેવી દિલથી પ્રાર્થના કરી છે.

X
'I'm tied up rakhi for her relief, not for the long live of the sister'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી