JEE એડવાન્સ પરિણામ / IIM અમદાવાદના પ્રોફેસરની પુત્રી ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક લાવી, ઓલ ઇન્ડિયા ગર્લ્સ રેન્કમાં પણ પ્રથમ

Divyabhaskar.com

Jun 14, 2019, 09:02 PM IST

અમદાવાદ: આજે JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું જેમાં અમદાવાદની શબનમ સહાય ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક લાવી છે. ઓલ ઇન્ડિયામાં તેનો દસમો અને ઇલ ઇન્ડિયા ગર્લ્સ રેન્કમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. શબનમે 372માંથી 308 માર્ક્સ મેળવ્યા છે. ગુજરાતમાં પ્રથમ આવનાર શબનમ IIM અમદાવાદના પ્રોફેસર અરવિંદ સહાયની પુત્રી છે અને બોથરા કલાસીસની વિદ્યાર્થીની છે.
અમદાવાદ એલન ઇન્સ્ટિટ્યૂટના શ્રેય પટેલે ઓલ ઇન્ડિયા રેન્કમાં 74મો રેન્ક મેળવ્યો છે. ટોપ 500માં અમદાવાદના 8 વિદ્યાર્થીઓએ રેન્ક મેળવ્યો છે. દેશભરની IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે JEE એડવાન્સની પરિક્ષા લેવાઇ હતી. NTA અને IIT રૂરકીના ઉપક્રમે દેશની 23 IIT માં પ્રવેશ માટે મે મહિનામાં દેશભરની 12,000થી વધુ બેઠકો માટે પરીક્ષા લેવાઈ હતી. દેશભરમાંથી 1,50,000 કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ગુજરાતમાંથી 8,000 જ્યારે અમદાવાદમાંથી 2,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી