IAS દહિયાના કથિત સંબંધો / લીનુએ 200થી વધુ પેજના સ્ક્રિન શોટ, પૂર્વ પત્નીએ અન્ય યુવતીઓ સાથેના સંબંધોના તપાસ સમિતિને પુરાવા સોંપ્યા

ias guarav dahiya allged wife leenusinh and ex wife present the evidence against inquiry committee
ias guarav dahiya allged wife leenusinh and ex wife present the evidence against inquiry committee
ias guarav dahiya allged wife leenusinh and ex wife present the evidence against inquiry committee

  • પૂર્વ પત્નીએ તપાસ સમિતિ સમક્ષ આપેલું નિવેદન
  • દહિયા વારંવાર માર મારતો, વીડિયો કોલ કરી ધમકી આપતો 
  • ઘરે સતત ફોનમાં બીજી છોકરીઓ સાથે વાતો કરતો
  • તપાસ સમિતિએ દહિયા આત્મહત્યા કે હત્યા ન કરે તે માટે રિવોલ્વર પોલીસમાં જમા કરાવડાવી
  • ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેનેજમેન્ટ રિસર્ચમાં ત્રીજી યુવતીની ભરતી કરી ફસાવી

Divyabhaskar.com

Aug 16, 2019, 11:31 AM IST

ચેતન પુરોહિત, અમદાવાદઃ લીનુસિંહ સાથેના કથિત પ્રેમ પ્રકરણને લઈ વિવાદમાં આવેલા ગુજરાતના IAS ગૌરવ દહિયાને તપાસ સમિતિએ સરકારને સોંપેલા અહેવાલ અને UPSCની મંજૂરી લીધા બાદ સસ્પેન્ડ કર્યા છે. તેમજ ગુજરાત મહિલા આયોગે સુઓમોટો કરી છે. આ મામલે DivyaBhaskarએ ગૌરવ દહિયાની પૂર્વ પત્ની શિવાની અને લીનુસિંહે તપાસ સમિતિ સમક્ષ રજૂ કરેલા પુરાવાઓ અને નિવેદન અંગે એક એક્સક્લુઝિવ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ કેસની તપાસ કરી રહેલી સમિતિ સમક્ષ લીનુસિંહે દહિયાની કરણી અને કથનીની નાનામાં નાની વિગત રજૂ કરી છે. લીનુસિંહ આ સમિતિને જ્યારે પહેલીવાર મળવા ગઈ ત્યારે તપાસ સમિતિએ તેની પાસે પુરાવા માંગ્યા હતા. જેથી લીનુસિંહે 200થી વધુ પેજના સ્ક્રીન શોટ, અને ગૌરવ તેણીને જ્યારે માર મારતો તેના ફોટોગ્રાફ આપ્યા હતા. તેની સાથે સાથે પોતાની બાળકીનો DNA ટેસ્ટ કરાવવા માટે તૈયારી બતાવી હતી. તો બીજી તરફ તેની પૂર્વ પત્ની શિવાનીએ દહિયાના લગ્નેતર સંબંધો તથા શારીરિક ત્રાસના પુરાવા રજૂ કર્યા હતા.

પુત્રીનો ડીએનએ ટેસ્ટ કરાવવા લીનુએ ગૌરવને ચેલેન્જ આપી
આ મામલે દિલ્હીની મહિલા લીનુસિંહ જ્યારે તપાસ સમિતિને મળવા ગઇ ત્યારે સમિતિએ તેની પાસે પુરાવા મંગાવ્યા હતા. લીનુસિંહે પણ શિવાનીની જેમ જ પુરાવાનો ઢગલો કરી દીધો હતો. જેથી લીનુસિંહે ગૌરવ સાથેના સોશિયલ મીડિયાથી લઈ અત્યાર સુધીના સંપર્કોના તમામ ચેટ ફોટોગ્રાફ અને ઓડીયો-વીડિયો ક્લિપ આપી હતી. તેની સાથે ગૌરવે મારામારી કરી હતી તેના ફોટો અને વીડિયો પણ તપાસ સમિતિ સમક્ષ આપ્યા હતા. લીનુએ તપાસ સમિતિ સમક્ષ પોતાના પુત્રીના ડીએનએ કરાવવા માટે તપાસ સમિતિ સમક્ષ ગૌરવને ચેલેન્જ આપી છે.

પૂર્વ પત્નીએ લીનુસિંહ સાથેના લગ્ન સમયના ફોટોગ્રાફ ઓળખી બતાવ્યા
બીજી તરફ દહિયાની પૂર્વ પત્ની શિવાની બિશ્નોઇએ પણ તપાસ સમિતિને જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2018માં ગૌરવે કહ્યું કે હું મંદિરે દર્શન કરવા તિરૂપતિ જાઉ છું, પરંતુ જતાં જતાં તેણે પોતાની સાથે બેગમાં બ્લેઝર લેતા તેને શંકા ગઇ હતી. ત્યાર બાદ શિવાનીએ ગૌરવને આ અંગે પૂછતા તે ઉશ્કેરાઈ ગયો હતો. પરંતુ તેણીની શંકા સાચી પડી. ગૌરવે તિરૂપતિ જઈને જે બ્લેઝર ઘરેથી લઈને નીકળ્યો હતો, તે જ બ્લેઝરમાં લીનુસિંહ સાથે લગ્ન કર્યાં. આ ફોટોગ્રાફને શિવાનીએ ઓળખી બતાવ્યા છે. શિવાનીએ ગૌરવ દ્વારા આપવામાં આવેલા શારીરિક ત્રાસ અંગેના પુરાવા પણ આપ્યા હતા. આ ઉપરાંત શિવાનીએ એમ પણ જણાવ્યું છે કે ગૌરવ અને તે એક ઘરમાં રહેતા હતા, પણ ગૌરવ હંમેશા બીજી યુવતીઓ સાથે સતત સંપર્કમાં રહેતો હતો.

એક તરફ સંતાન સુખ મળ્યું તો બીજી બાજુ દહિયાએ લીનુ સાથે ચક્કર ચલાવ્યું
તેમજ શિવાનીએ તપાસ સમિતિ સમક્ષ ચોંકાવનારા તથ્યો અને પુરાવા રજૂ કર્યા છે. જેમાં શિવાનીએ તેના લગ્ન જીવન દરમિયાન દહિયાની લાઇફ સ્ટાઇલ બાબતે તેમજ એક સમયે એક સાથે અનેક યુવતીઓ સાથે સબંધો રાખતો હોવાના પુરાવા પણ આપ્યા છે. લગ્નના વર્ષો બાદ સંતાન સુખ મળતા તેણી ખુશ હતી. પરંતુ આ દરમિયાન ગૌરવ લીનુ સિંહ સાથે રિલેશનશિપમાં હતો. માત્ર એટલું જ નહીં, મોડી રાત સુધી અન્ય યુવતીઓ સાથે ચેટ પણ કરતો રહેતો હતો. જેના કારણે પણ શિવાનીને દહિયા પર શંકા ગઇ હતી.

પૂર્વ પત્નીએ ગૌરવથી મુક્ત થઇ હોવાની લાગણી વ્યક્ત કરી
શિવાનીએ તપાસ સમિતિ સાથેની વાતચીત દરમિયાન રજૂઆત કરી હતી કે ગૌરવ તેને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. જેના કારણે તે ગૌરવ દહિયાથી કંટાળી ગઇ હતી. જેને પગલે ગૌરવને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો હતો. તેની સાથે સાથે શિવાની તપાસ સમિતિ સમક્ષ છૂટાછેડાના કારણે ગૌરવથી મુક્ત થઇ હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી.

એક યુવતીને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેનેજમેન્ટમાં નિમણૂંક કરી ફસાવી
ગુજરાત સરકારના NHM(નેશનલ હેલ્થ મિશન)ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટર રહી ચૂકેલા દહિયાએ પોતાની સત્તાનો દૂરપયોગ કરીને અન્ય રાજસ્થાનમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેનેજમેન્ટમાં યુવતીને નિમણૂંક આપી ફસાવી હતી. દહિયા પોતાની લાઇફ સ્ટાઇલ અને મોંઘાદાટ ખર્ચના કારણે યુવતીઓને પોતાની મોહજાળમાં ફસાવવા માટે સક્રીય રહેતો હતો. તેની સાથે તે એક સમયમાં અનેક યુવતીઓ સાથે ચક્કર ચલાવતો હતો અને યુવતીઓને અલગ-અલગ લાલચો આપતો હોવાની વાતો પણ તપાસ સમિતિની જાણમાં આવી હતી.

X
ias guarav dahiya allged wife leenusinh and ex wife present the evidence against inquiry committee
ias guarav dahiya allged wife leenusinh and ex wife present the evidence against inquiry committee
ias guarav dahiya allged wife leenusinh and ex wife present the evidence against inquiry committee

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી