ગાંધીનગર / સસ્પેન્ડેડ IAS દહિયાનું કથિત પ્રેમ પ્રકરણ, મહિલા આયોગે સુઓમોટો કરી, દહિયાએ જવાબ આપવા આવવું જ પડશે

ગૌરવ દહિયા અને લીનુસિંહ

  • ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાનું નિવેદન
  • બોલાવ્યા છતાં હજુ સુધી ગૌરવ દહિયા મહિલા આયોગની કચેરીએ હાજર થયા નથી
  • અમે બેન(લીનુસિંહ)ને પણ નોટિસ આપવાના અને બોલાવવાના છીએ

Divyabhaskar.com

Aug 15, 2019, 07:04 AM IST

ગાંધીનગર: કથિત પ્રેમ પ્રકરણને લઈ વિવાદમાં આવેલા ગુજરાતના IAS ગૌરવ દહિયાને તપાસ સમિતિએ સરકારને સોંપેલા અહેવાલ અને યુપીએસસીની મંજૂરી લીધા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે દહિયાના કથિત પ્રેમ સંબંધોના વિવાદ મામલે ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, ગૌરવ દહિયા પર જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા છે તે જોતા મહિલા આયોગે સુઓમોટો કરી છે અને ગૌરવ દહિયાને ફોનથી ઓફિસે બોલાવ્યા છે, પરંતુ હજુ સુધી ગૌરવ દહિયા મહિલા આયોગની કચેરીએ હાજર થયા નથી. અમે તેની રાહ જોઈ રહ્યા છીએ અને અમે પોલીસને પણ દહિયાને હાજર કરાવવા કહ્યું છે. ગૌરવ દહિયાએ જવાબ આપવા માટે મહિલા આયોગની કચેરીએ આવવું જ પડશે.

જો કોઈનું શોષણ થયું હોય તો અમારો સંપર્ક કરી શકેઃ મહિલા આયોગના અધ્યક્ષ
મહિલા આયોગના અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, ગૌરવ દહિયા અહીં આવશે ત્યારે અમે બેન(લીનુસિંહ)ને પણ નોટિસ આપવાના અને બોલાવવાના છીએ. જે તે વિભાગમાં જો શોષણ અંગે અરજીઓ આવી હોય અને જો તે મહિલાઓને લાગતું હોય કે તેમનું શોષણ થયું છે તો તેમણે મહિલા આયોગનો સંપર્ક કરવો જોઈએ. હજુ સુધી અમને ફરિયાદો મળી નથી. અમે ગૌરવ દહિયા અને સાથે સાથે બેનનો પણ જવાબ લેવા માગીએ છીએ. જો અમને લાગશે કે હજુ તપાસ કરવાની જરૂર છે તો આગળ અરજીઓ પર પણ તપાસ કરીશું.

બે અલગ અલગ જગ્યાએ ચાલી રહેલી તપાસ સામે દહિયાને વાંધો
સેકટર 7 પોલીસે ગૌરવ દહિયાને હાજર થવા ચાર-ચાર નોટિસ આપ્યા બાદ હવે દહિયાએ ગાંધીનગર પોલીસને જવાબ આપ્યો છે. દહિયાએ પોલીસ દ્વારા એક જ કેસની બે અલગ અલગ જગ્યાએ ચાલી રહેલી તપાસ સામે વાંધો લીધો છે. લીનુસિંહના આક્ષેપોની ગાંધીનગર અને દિલ્હી પોલીસ સમાંતર તપાસ કરી રહી હોવાથી 21 ઓગસ્ટે દિલ્હીના માલવિયા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું છે. તેમજ આ મામલે ગૌરવ દહિયાએ હાઇકોર્ટમાં અરજી કરી માર્ગદર્શન પણ માગ્યું છે.

ચાર ચાર નોટિસ છતાં પોલીસ સમક્ષ હાજર ન રહ્યા, હજૂ પણ હાજર નહીં થાય તો ગુનો નોંધાશે
આ પહેલા ગૌરવ દહિયાને ગાંધીનગર પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ અપાઈ હતી. જો કે તે હાજર રહ્યાં ન હતાં. ત્યાર બાદ પોલીસની ત્રીજી નોટિસને પણ ન ગણકારીને હાજર ન રહેતાં પોલીસે ચોથી નોટિસ આપી છે. દિલ્હીની મહિલાએ કરેલા આક્ષેપો સંદર્ભે નિવેદન નોંધાવવા માટે સેકટર- 7 પોલીસે નોટિસ પાઠવી સાત દિવસમાં હાજર થવા જણાવ્યું હતું. નોટિસની મર્યાદા પૂરી થવાની તૈયારીમાં હતી ત્યારે પોલીસે શનિવારે બીજી, સોમવારે ત્રીજી નોટિસ આપી હતી. બીજી નોટિસનો સમય પૂર્ણ થાય તે પહેલાં દહિયાએ નાદુસ્ત તબિયતનું કારણ દર્શાવી છ દિવસનો સમય માગ્યો હતો. જોકે, પોલીસે તેમને મંગળવાર સુધીમાં હાજર થવા જણાવ્યું હતું અને આ અંગેની નોટિસ સેકટર-19 ખાતેના તેમના નિવાસ સ્થાને ચોંટાડી હતી. જે કે તે હાજર ન રહેતાં પોલીસે ચોથી નોટિસ આપી છે જો હાજર નહીં રહે તો ગુનો નોધાશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી