અમદાવાદ / પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરી, લાશને પંખે લટકાવી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો

husband killed wife in danilimda

  • દાણીલીમડામાં રહેતી 20 વર્ષની પરિણીતાને પતિ મારઝૂડ કરતો હતો, પતિ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો

Divyabhaskar.com

Jul 13, 2019, 08:21 AM IST

અમદાવાદ : દાણીલીમડામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ પતિએ ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાથી અને માર મારવાથી મોત થયું હોવાનુ બહાર આવતા દાણીલીમડા પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

જમાલપુરમાં રહેતી 20 વર્ષીય મિસબાને બે વર્ષ અગાઉ દાણીલીમડામાં આવેલી વાસુદેવ ધનજીની ચાલીમાં રહેતા શોએબ છીપા સાથે પ્રેમ થતા બંનેના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ ચાર મહિના બંને વચ્ચે સારું જીવન ચાલતું હતું. ત્યારબાદ પતિ ખોટો શક વહેમ રાખી મિસબાને બહાર જવા દેતો નહીં. તેની સાથે મારઝૂડ કરતો હતો. અવારનવાર પૈસા બાબતે પણ બોલાચાલી કરી માર મારતા મિસબાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ અરજી કરી હતી. શોએબે છ મહિના અગાઉ મિસબાનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. તેની ઉપર ગરમ ચા પણ નાખી દીધી હતી.

ગુરુવારે બપોરે મિસબાના પરિવારને ફોન કરી જાણ કરવામાં આવી હતી કે મિસબાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.જેથી તેના પરિવારજનો ત્યાં પહોંચી ગયા હતા. દાણીલીમડા પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી હતી. પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે મિસબાનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. પતિ શોએબે મિસબાને માર મારી દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

X
husband killed wife in danilimda
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી