‘વાયુ’વાવાઝોડાની અસર / ગુજરાતના 114 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ, દરિયાકાંઠે વરસાદનું જોર વધુ

Heavy rains in 114 talukas of Gujarat, along with coastal area

  • 61 તાલુકામાં અડધાથી 8 ઈંચ વરસાદ
  • દક્ષિણ-મધ્ય ગુજરાતમાં પણ જોર વધ્યું
     

Divyabhaskar.com

Jun 14, 2019, 12:34 PM IST

અમદાવાદ: વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના નજીકથી પસાર થઇને ફંટાઇ ગયું છે. પરંતુ વાવાઝોડાની અસર ધોધમાર વરસાદ સ્વરૂપે ગુજરાતમાં દેખાઇ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 114 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહ્યો છે. સૌથી વધુ ગીર સોમનાથના તાલાલા-સુત્રાપાડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના 61 તાલુકાઓમાં અડધાથી 8 ઈંચ વરસાદ: રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર 24 કલાક દરમિયાન રાજ્યમાં અનેક સ્થળે મુશળધાર વરસાદ વરસ્યો છે. વાયુ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળ્યું છે. રાજ્યભમાં 61 તાલુકાઓ એવા છે જ્યાં અડધા ઇંચથી માંડીને સાડા 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ભાવનગરમાં વરસાદની સ્થિતિ
ભાવનગરના તળાજામાં 57 મી.મી., ઉમરાળામાં 39 મી.મી., પાલિતાણામાં 34 મી.મી., ભાવનગર શહેર અને મહુવામાં 33 મી.મી., વલભીપુરમાં 30 મી.મી., ગારીયાધારમાં 27 મી.મી., શિહોરમાં 14 મી.મી., ધોધામાં 13 મી.મી. વરસાદ પડ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડામાં 48 મી.મી., રાણપુરમાં 23 મી.મી., બરવાળામાં 19 મી.મી., બોટાદમાં 14 મી.મી., જ્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 46 મી.મી., રાજુલામાં 44 મી.મી., ખાંભામાં 35 મી.મી., અમરેલી અને લાઠીમાં 30 મી.મી., સાવરકુંડલામાં 29 મી.મી., વડીયામાં 25 મી.મી., લીલીયામાં 22 મી.મી., ધારીમાં 21 મી.મી. અને બાબરામાં 12 મી.મી. વરસ્યો છે. જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 42 મી.મી., ધોરાજીમાં 30 મી.મી., જામકંડોરણામાં 17 મી.મી., જેતપુર અને વીંછીયામાં 15 મી.મી., ગોંડલમાં 14 મી.મી., લોધિકામાં 12 મી.મી. વરસાદ વરસ્યો છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ
તાપીના સોનગઢમાં 25 મી.મી. અને વ્યારામાં 12 મી.મી. વરસાદ પડ્યો હતો. આ સાથે સુરતના ચોર્યાસીમાં 21 મી.મી., ઉમરપાડામાં 11 મી.મી. વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પોરબંદર તાલુકામાં 16 મી.મી., ભરૂચના નેત્રંગ તાલુકામાં 16 મી.મી., નવસારીના ગણદેવીમાં 16 મી.મી., ડાંગના વઘઇ તાલુકામાં 16 મી.મી., સુરેન્દ્રનગરના મૂળીમાં 15 મી.મી., છોટાઉદેપુરના નસવાડીમાં 15 મી.મી., જામનગરના જામજોધપુરમાં 14 મી.મી., દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં 14 મી.મી., અમદાવાદના ધંધુકામાં 12 મી.મી., નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં 12 મી.મી. અને આણંદ જિલ્લાના તારાપુરમાં 11 મી.મી. વરસાદ પડ્યો હતો.

X
Heavy rains in 114 talukas of Gujarat, along with coastal area

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી