અમદાવાદ  / સરકારે સમય આપ્યો, PUCની 30 સપ્ટેમ્બર, HSRPની 16 ઓક્ટોબર સુધી મુદત લંબાવાઈ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • 1 ઓક્ટોબરથી PUC, 17 ઓક્ટોબરથી HSRP ફરજિયાત

Divyabhaskar.com

Sep 13, 2019, 12:04 AM IST

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા મોટર વ્હીકલ્સ અધિનિયમ 2019નો અમલ તા. 16મી સપ્ટેમ્બરથી અમલમાં મૂકવાની જાહેરાત કરાઇ હતી. જે અંતર્ગત પીયુસી અને જૂના વાહનોમાં પણ એચએસઆરપી ફરજિયાત કરાઇ હતી. છેવટે રાજ્યમાં વાહનચાલકોને સમયસર પીયુસી અને એચએસઆરપી આપી શકે તેવી માળખાકીય સુવિધા ન હોવાથી સરકારને પીયુસીની તા. 30મી સપ્ટે. એટલે કે તા. 1 ઓક્ટોબરથી અમલ અને જૂના વાહનમાં નવી એચએસઆરપી લગાડવાની તા. 16 ઓક્ટોબર એટલે કે તા. 17 ઓક્ટોબરથી જુના વાહનમાં નવી એચએસઆરપી ફરજીયાત હોવી જોઇએ.

સરકારે નાછૂટકે સમય મર્યાદા વધારી
રાજ્ય સરકારે હેલ્મેટ, લાયસન્સ, આર.સી. બુક અને પીયુસી અને વિમોના અસલ કે પછી ડીઝીટલ સ્વરૂપમાં તા. 16 સપ્ટેમ્બરથી સાથે રાખવાનું ફરજીયાત કર્યું છે. આવા સંજોગોમાં વાહનચાલકો પીયુસી અને જુના વાહનોમાં એચએસઆરપી ફરજીયાત તા. 16 સપ્ટેમ્બર સુધીમાં લગાડી શકે તેમ ન હોવાથી સરકારે નાછૂટકે સમય મર્યાદા વધારી છે. જેમાં વાહનમાં તા. 30મી સપ્ટેમ્બર સુધી પીયુસી ન હોય તો ચાલશે અને જુના વાહનમાં HSRP તા. 16 ઓક્ટોબર સુધી નહીં હોય તો ચાલશે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી