વાયુ સાયક્લોન / રાજ્ય સરકાર સતત એલર્ટ મોડમાં, લોકોને સુરક્ષિત સ્થળે જ રહેવા અપીલ

gujarat government constant alert over cyclone vayu, appeal the people to stay in safe place

  • કેટેગરી બેમાંથી એકમાં ફેરવાયેલું 'વાયુ' વાવાઝોડું ગીર સોમનાથથી દીવ થઈ આગળ વધશે
  • હાલ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે
  • વાવાઝોડું ગીર સોમનાથથી દીવ થઈ આગળ વધશે

Divyabhaskar.com

Jun 13, 2019, 11:21 AM IST

અમદાવાદઃ 'વાયુ' વાવાઝોના લઈ છેલ્લા ત્રણ દિવસથી રાજ્ય સરકાર બેહદ સક્રિય છે અને વાવાઝોડા પર ચાંપતી નજર રાખી રહી છે. એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમાર અને કે. કૈલાશનાથને સવારે કંટ્રોલરૂમની મુલાકાત લઈને અસરગ્રસ્ત જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ અંગે આજે(13 જૂન) ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમારે ટ્વિટ કરીને જણાવ્યું કે, રાજ્ય સરકાર 'વાયુ' વાવાઝોડાને લઈ પૂરતી સાવચેતી અને તકેદારી રાખી રહી છે. જે લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે તેઓ ત્યાં જ રહે તે હિતાવહ છે. લોકો સુરક્ષિત સ્થળે જ રહે. દરિયાકાંઠા વિસ્તારમાં કોઈ માનવીય ગતિવિધિ ન થાય તે જરૂરી છે. અમે સતત એલર્ટ મોડમાં છીએ.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે
આ અંગે હવામાન વિભાગ ગુજરાતના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ ભારે વરસાદ અને પવન ફુંકાશે. તેથી જોખમ ટળ્યું નથી. હાલ વાવાઝોડું વેરાવળથી 110 કિમી અને પોરબંદરથી 150 કિમી દૂર છે. વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તેમણે માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા અપીલ કરી છે.

દિશા બદલાઈ રહી હોવા છતાં જોખમ હજુ પણ યથાવતઃ હવામાન વિભાગ
જ્યારે આ સિવાય હવામાન વિભાગ, અમદાવાદના સાયન્ટિસ્ટ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, 'વાયુ' વાવાઝોડાના કારણે દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારોમાં બપોરે 135થી 160 કિમીની ઝડપે પવનો ફુંકાશે. વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતમાં પણ હળવાં વરસાદી ઝાપટાંની શક્યતા છે. વાવાઝોડાની દિશા બદલાઈ રહી હોવા છતાં જોખમ હજુ પણ યથાવત છે, કારણ કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે અને પવન પણ ફૂંકાશે.

X
gujarat government constant alert over cyclone vayu, appeal the people to stay in safe place

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી