અમદાવાદ / ભાજપનું સંગઠન પર્વ, નવેમ્બર સુધીમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક થઈ જશે

ડાબે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા
ડાબે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા

  • ગુજરાત ભાજપે સંગઠનાત્મક ચૂંટણીઓ તથા ભાજપાના આગામી કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરી
  • સપ્ટેમ્બરમાં તાલુકા અને મંડલ પ્રમુખોની નિમણૂંકો થશે
  • ઓક્ટોબરમાં જિલ્લા પ્રમુખો અને જિલ્લા સમિતિ રચાશે

Divyabhaskar.com

Aug 14, 2019, 05:10 PM IST

અમદાવાદઃ ગુજરાત ભાજપમાં ચાલી રહેલા સંગઠન પર્વ 2019 અંતર્ગત ઓગસ્ટના અંત સુધીમાં સદસ્યતા વૃદ્ધિ અભિયાન ચાલશે. તે પછી સપ્ટેમ્બરમાં તાલુકા અને મંડલ પ્રમુખોની નિમણૂંકો થશે, ઓક્ટોબરમાં જિલ્લા પ્રમુખો અને જિલ્લા સમિતિ રચાશે. ત્યાર બાદ નવેમ્બર મહિનામાં ભાજપના હાલના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અનુગામીની નિમણૂંક થશે.

નવેમ્બરમાં પ્રદેશ પ્રમુખની નિમણૂંક અને પ્રદેશ સમિતિની રચના
આ અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આજની બેઠકમાં સંગઠન પર્વ-સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આપવામાં આવેલા સમય પત્રક અંગે અને આગામી કાર્યક્રમ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઓગસ્ટના અંત સુધીમાં પ્રાથમિક સભ્યો તથા સક્રિય સભ્યો બનાવવાના રહેશે. જે અંતર્ગત આગામી સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રની સૂચના મુજબ તાલુકા-મંડલ સ્તરે પ્રમુખ સહિત મંડલ સમિતિ-બૂથ સમિતિની રચના કરવામાં આવશે. ત્યાર બાદ આગામી ઓક્ટોબર મહિનામાં જિલ્લા પ્રમુખ અને જિલ્લા સમિતિની રચના કરવામાં આવશે. તેમજ આગામી નવેમ્બર મહિનામાં પ્રદેશ પ્રમુખની નિમણૂંક અને પ્રદેશ સમિતિની રચના કરવામાં આવશે.

પ્રદેશના ચૂંટણી અધિકારી તરીકે પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને સહચૂંટણી અધિકારી તરીકે સાંસદ મોહન કુંડારિયાની નિયુક્તિ કરવામાં આવી છે. આગામી સમયમાં જિલ્લા ચૂંટણી અધિકારી તથા સહ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે.

પ્રદેશ કાર્યાલયથી લઈ જિલ્લા ભાજપ કાર્યાલયો ખાતે ધ્વજ વંદન
પ્રદેશ પ્રવક્તાએ આગળ કહ્યું કે, જ્યારે આવતીકાલે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સવારે સાડા આઠ વાગ્યે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના વરદ હસ્તે ધ્વજવંદન કરાશે. આ સિવાય ગુજરાતના તમામ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. તેમજ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાના નિર્ણય અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળની ભાજપની કેન્દ્ર સરકારે લીધેલા ઐતિહાસિક નિર્ણય અંગે સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓમાં અભિનંદન પ્રસ્તાવ પસાર કરવા સૂચના આપવામાં આવી છે.

અટલજીની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે સફાઈ ઝૂંબેશ
ભરત પંડ્યાએ વધુમાં ઉમેર્યું કે, આ સિવાય 16 ઓગસ્ટના રોજ આવી રહેલી અટલ બિહારી વાજયેપીજીની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે જીવનયાત્રા, વિચારો, કવિતા-પ્રવચનો સમાવિષ્ટ સાહિત્યનું વિતરણ કરવામાં આવશે. તેમજ અટલજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સફાઈ ઝૂંબેશ અને હોસ્પિટલોમાં ફળ ફળાદીનું વિતરણ અને વૃક્ષા રોપણ કરવામાં આવશે.

X
ડાબે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાડાબે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી