મેઘ સવારી / 'વાયુ' વાવાઝોડાને પગલે રાજ્યના 37 તાલુકામાં અડધાથી બે ઈંચ વરસાદ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • 'વાયુ' વાવાઝોડાને પગલે રાજ્યના 37 તાલુકામાં અડધાથી બે ઈંચ વરસાદ

Divyabhaskar.com

Jun 13, 2019, 12:38 PM IST

અમદાવાદઃ રાજ્યમાં 'વાયુ' વાવાઝોડાના પગલે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. જેને પગલે ગુજરાતના 28 જિલ્લાઓના 108 તાલુકામાં હળવા ઝાપટાંથી લઈ અડધાથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના 37 તાલુકામાં 12 મી.મી. એટલે કે અડધા ઇંચથી લઇ 45 મી.મી.(બે ઇંચ જેટલો)વરસાદ વરસ્યો છે.
સૌથી વધુ સિદ્ધપુરમાં વરસાદ
રાજ્યના ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, વરસાદની જિલ્લાવાર માહિતી જોઇએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 45 મી.મી., સરસ્વતી તથા હારિજમાં 16 મી.મી., પાટણમાં 18 મી.મી.,બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 33 મી.મી., પાલનપુરમાં 17 મી.મી., દિયોદરમાં 14 મી.મી., દાંતા અને ડિસામાં 12-12 મી.મી., સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 43 મી.મી., હિંમતનગરમાં 34 મી.મી., ઇડરમાં 22 મી.મી., ખેડબ્રહ્મામાં 21 મી.મી., તલોદમાં 21 મી.મી., વડાલીમાં 18 મી.મી. અને મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 38 મી.મી., વિસનગરમાં 36વ મી.મી., વડનગરમાં 21 મી.મી., મહેસાણામાં 22 મી.મી. અને ઉંઝામાં 11 મી.મી., અરવલ્લી જિલ્લાના બાયડમાં ૩૩ મી.મી., ગાંધીનગર જિલ્લાના માણસામાં 33 મી.મી. અને કલોલમાં 24 મી.મી. વરસાદ નોંધાયો છે.

દ્વારકા, ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ
જ્યારે સૌરાષ્ટ્રમાં કચ્છ જિલ્લાના લખપતમાં 16 મી.મી., દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 25 મી.મી., જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 12 મી.મી., ભાવનગર જિલ્લાના જેસરમાં 20 મી.મી., અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 25 મી.મી., ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 14 મી.મી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં 12 મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 11 મી.મી. તથા જામનગર તાલુકામાં 26 મી.મી. વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ સવારી
આ સિવાય રાજ્યના મધ્ય તથા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખેડા જિલ્લાના કઠલાલમાં 13 મી.મી., તાપી જિલ્લાના ઉચ્છલમાં 27 મી.મી. અને સોનગઢમાં 15 મી.મી., જ્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 38 મી.મી. વરસાદ વરસ્યો હતો.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી