અમદાવાદ / ધંધુકા-બરવાળા રોડ પર ટ્રકની પાછળ કાર ઘૂસી, 2 મહિલા સહિત 4ના ઘટનાસ્થળે મોત, 1 ગંભીર

Four persons, including 2 women, died in truck and car accident

Divyabhaskar.com

Oct 13, 2019, 02:00 AM IST

ધંધુકાઃ ધંધુકા બરવાળા હાઈવે ઉપર તગડી ગામ પાસે બંધ પડેલા ટ્રકની પાછળ કાર ઘુસી જતાં એક જ પરિવારના 2 મહિલા સહિત 4 વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટીભર્યા કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમા 1ને ગંભીર ઇજાઓ પહોચી હતી.

4 વ્યક્તિના મોત, એકની હાલત ગંભીર
ધંધુકા બરવાળા હાઈવે ઉપર ધંધુકા તાલુકાના તગડી ગામ પાસે શનિવારના રોજ વહેલી સવારના 5:00 વાગ્યે ટ્રક અને હ્યુન્ડાઇ આઇ.10 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 5 વ્યકિતને ગંભીર ઇજાઓ પહોચતા 2 મહિલાઓ સહિત 4 વ્યકિતઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોચતા ધંધુકા ઈમરજન્સી 108 નાઇ.એમ.ટી. હર્ષદભાઈ મુલાણી અને પાયલોટ વનરાજસિંહ વાળાએ ધંધુકા આર.એમ.એસ. હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજાગ્રસ્તને વધુસારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે બનેલા આ બનાવમાં કરુણ મોત નિપજેલા વ્યક્તિઓના દૃસ્યો જોઈ બચાવ કામગીરીમાં જોડાયેલા લોકોના હદય દ્રવી ઉઠ્યાં હતાં.

 

મૃતકોના નામ
સુરેશભાઈ વ્રજલાલ બુટાણી

કાંતિભાઈ વ્રજલાલ બુટાણી

પ્રવિણા બહેન કાંતિભાઈ બુટાણી

રેખા બહેન સુરેશભાઈ બુટાણી

​​​​​

 

ઇજાગ્રસ્ત
યસ કાંતિભાઈ બુટાણી(અમદાવાદ રીફર કરાયા)

X
Four persons, including 2 women, died in truck and car accident

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી